World Hepatitis Day 2021 - વિશ્વ હિપેટાઇટિસ દિવસ

બુધવાર, 28 જુલાઈ 2021 (00:01 IST)
દર વર્ષે 28 જુલાઇને વિશ્વ હિપેટાઇટિસ દિવસ ઉજવવામાં આવે છે. જેનો ઉદ્દેશ્‍ય આના વિશે જાગૃતિ ફેલાવવાનો છે. સૌથી પહેલા લીવરને અસર કરનારો આ રોગ ફેલાવાનું મોટું કારણ દેશમાં અસુરક્ષિત ઇન્‍જેકશન પ્રક્રિયા છે. ડબ્‍લ્‍યૂએચઓ અનુસાર આંતરરાષ્‍ટ્રીય કક્ષાએ દર વર્ષે અસુરક્ષિત ઇન્‍જેકશનને લીધે હિપેટાઇટિસ બી વાયરસના ૩૩% નવા કેસ સામે આવે છે. જ્‍યારે 42 % કેસ હિપેટાઇટિસ સીના દાખલ થાય છે.
 
શુ છે  હેપેટાઈટિસ - 
 
 હિપેટાઇટિસ ને સરળ ભાષામાં કહીએ તો આ લીવરમાં થતો સોજો છે. જેનુ મુખ્ય કારણ વાયરસનુ સંક્રમણ છે. જે સામાન્ય રીતે દૂષિત ખોરાક ખાવાથી અથવા પાણી પીવાથી, સંક્રમિત વસ્તુઓનો ઉપયોગ કરવાથી ફેલાય છે. આ કારણોસર, હિપેટાઇટિસના 5 વાયરસ એ, બી, સીડી અને ઇ છે. આમાં, ટાઈપ-બી અને સી જીવલેણ સ્વરૂપ લઈને લિવર સિરોસિસ અને કેન્સરને જન્મ આપે છે. જો પ્રારંભિક સારવાર પ્રાપ્ત કરવામાં નહીં આવે, તો સ્થિતિ ગંભીર બને છે અને લીવરને સંપૂર્ણપણે નુકસાન થઈ શકે છે.
 
કેવી રીતે ફેલાય છે : 
 
હેપેટાઈટિસ-બી કોઈ ખરાબ પાણી કે વિષ્ઠા દ્વારા નથી ફેલાતો, પરંતુ વધારે શારીરિક સંપર્ક, લોહી વડે, શરીરના જુદા જુદા સ્ત્રાવ જેવુ કે વીર્ય, યોનિ સ્ત્રાવ, મૂત્ર, માતાઓ દ્વારા સ્તનપાન વગેરે વડે ફેલાય છે. સાથે સાથે ભુલથી ઈંજેક્શન લગાવવાથી સોય વધારે પડતી ઘુસી જવાથી, એક જ હાઈપોડર્મિક નીડલ વડે વિસંક્રમિત રીતે કેટલાયે લોકોને ઈંજેક્શન લગાવતાં રહેવાથી, ટેટુ બનાવવાથી, નાક-કાન વિંધાવાથી, રેજર બ્લેડનો સામુહિક ઉપયોગ કરવાથી, બીજાના ટુથબ્રશન ઉપયોગ કરવાથી, અસુરક્ષિત રક્તદાન વેગેરે જેવા કારણોને લીધે ફેલાય છે. 
 
કેટલા પ્રકારની હોય છે લિવરની આ બીમારી ? 
 
હીપેટાઇટિસ-એ: આ વાયરસ શરીરમાં દૂષિત ખોરાક અને પાણી દ્વારા ફેલાય છે. આવા કિસ્સાઓમાં, લિવરમાં સોજો આવે છે, ભૂખ ઓછી લાગે છે, તાવ આવે છે, ઉલટી થાય છે અને સાંધાનો દુખાવો થાય છે.
 
હેપેટાઇટિસ-બી: આ વાયરસ ચેપગ્રસ્ત લોહી, સોય અથવા અસુરક્ષિત સેક્સ દ્વારા ફેલાય છે. લીવર પર અસર થવાને કારણે દર્દીને ઉલટી, થાક, પેટનો દુ:ખાવો, પીળી ત્વચા રંગ જેવી સમસ્યાઓ થાય છે. તે યકૃતનો સૌથી લાંબી બિમારી છે જે યકૃત સિરોસિસ અને કેન્સરનું સ્વરૂપ લે છે. જો સગર્ભા સ્ત્રીને ચેપ લાગે છે, તો બાળક પણ તેનાથી પીડિત થઈ શકે છે. આ વર્ષની થીમ તેને રોકવા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે.
 
હિપેટાઇટિસ-સી: આ વાયરસ હેપેટાઇટિસ-એ અને બી કરતા વધુ જોખમી છે. તે શરીર પર ટૈટૂ લગાડવાથી,  દૂષિત લોહી ચઢાવવાથી, ચેપગ્રસ્ત સોયનો ઉપયોગ કરવાથી  અથવા બીજાની શેવિંગ કીટનો ઉપયોગ કરવાથી ફેલાય છે. તેના લક્ષણો ગંભીર સ્થિતિમાં થોડા સમય પછી જ દેખાય છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર