જોકે માતા કે પિતા એક વ્યક્તિને ગુમાવ્યા હોય એવા બાળક માટે હાલના તબક્કે કોઇ યોજના નથી. હવે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા 2 ઓગસ્ટ ના રોજ સંવેદના દિવસની ઉજવણી અંતર્ગત આ યોજનાને લોન્ચ કરવામાં આવશે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા માતા કે પિતા ગુમાવનાર બાળકોની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બે ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જન્મદિવસ પણ છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સરકારના પાંચ વર્ષની ઉજવણી અંતર્ગત ૨જી ઓગસ્ટના રોજ સંવેદના દિવસ તરીકે ઉજવણી કરવામાં આવનાર છે. રાજ્ય સરકાર દ્વારા આવા કપરાકાળમાં નિરાધાર થયેલા અને માતા પિતા બંને ગુમાવ્યા હોય તેવા બાળકોનું રક્ષણ, કાળજી, શિક્ષણ અને આરોગ્યની ચિંતા કરીને રાજ્યસરકાર દ્વારા પોતાના માતા પિતાને ગુમાવ્યા હોય અને નિરાધાર થયેલા બાળકો માટે મુખ્ય મંત્રી બાળ સેવા યોજનાની જાહેરાત કરવામાં આવી છે.