રાજકોટ-જામનગર-સુરતમાં મેયર અને ડેપ્યુટી મેયર તરીકે કોની થઇ વરણી

શુક્રવાર, 12 માર્ચ 2021 (11:19 IST)
શહેરીજનોની આજે આતૂરતાનો અંત થયો છે. છ મહાનગરપાલિકાની ચૂંટણી બાદ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના વતન રાજકોટમાં મેયર-ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. રાજકોટના મેયર તરીકે ડો. પ્રદીપ ડવની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે દર્શિતાબેન શાહ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પુષ્કર પટેલની વરણી કરવામાં આવી છે. જ્યારે દંડક સુરેન્દ્રસિંહ વાળા અને શાસક પક્ષના નેતા વિનુભાઈ ધવા બન્યા છે.
 
તો બીજી તરફ આજે સુરતને પણ નવા મેયર મળી ગયા છે. સુરતના નવા મેયર મેયર હેમાલી બોઘાવાલાની વરણી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણીની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પટેલની, જ્યારે શાસક પક્ષના નેતા તરીકે અમિતસિંહ રાજપૂતની વરણી કરવામાં આવી છે.
 
જામનગરના મેયર તરીકે બિનાબેન કોઠારી , ડેપ્યુટી મેયર તરીકે તપન પરમાર , સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મનીષ કટારીયાની વરણી કરવામાં આવી છે. જ્યારે શાસક પક્ષના નેતા તરીકે કુસુમ પંડ્યા અને દંડક તરીકે કેતન ગોસ રાણીની વરણી કરવામાં આવી છે.
 
અમદાવાદના નવા મેયર તરીકે કિરીટ પરમારની વરણી થઈ છે, જ્યારે ગીતા પટેલ ડેપ્યુટી મેયર બન્યાં છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે હિતેશ બારોટ અને ભાસ્કર ભટ્ટ મનપા ભાજપ નેતા બન્યાં છે. હાલમાં પાલડી ટાગોર હોલમાં તમામ કાઉન્સિલરોનો કોરોનાનો રેપીડ ટેસ્ટ કરાઈ રહ્યો છે. મેયર કિરીટ પરમાર તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે પણ કોરોના ટેસ્ટ કરાવ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર