ડીઝાઇનના ક્ષેત્રના આઇડિયા અને નવીનતાઓનો સુભગ સમન્વય ગણાતું એડીડબ્લ્યુ 2020 એ એક એવો ભવ્ય સમારંભ હતો, જેણે સમગ્ર ભારતના 3000 યુવા ડીઝાઇનરો અને આર્કિટેક્ટ્સને આકર્ષિત કર્યા હતાં. ભારતના પ્રથમ યુનેસ્કો હેરીટેજ સિટીમાં 17થી 19 જાન્યુઆરી, 2020 એમ ત્રણ દિવસ માટે આયોજિત થયેલો આ કાર્યક્રમ ‘વર્લ્ડ ડીઝાઇન 2025’ની થીમ પર આધારિત હતો.
આ દરમિયાન #hashtagના પ્રોડક્ટ ડીઝાઇનર, ટેકનોલોજિસ્ટ અને ઇન્વેન્ટર ક્રિસ મેસિનાએ જણાવ્યું હતું કે આજના સમયમાં સોશિયલ ટેકનોલોજીના આરે આવેલા જીવન પર વિચાર-વિમર્શ કર્યો હતો. ક્રિસે વર્ષ 2005થી 2020 દરમિયાન સોશિયલ મીડિયાને અપનાવવાની પેટર્ન અંગે આંતરસૂઝ પૂરી પાડતા જણાવ્યું હતું કે, ‘પ્રતિ સેકન્ડ 2,300 જેટલા હૅશટૅગનો ઉપયોગ થઈ રહ્યો છે, જ્યારે ફક્ત ટ્વીટર પર જ દરરોજ 200 મિલિયન હૅશટૅગનું સર્જન થાય છે. આ બાબત દર્શાવે છે કે, લોકો દ્વારા કેટલા સરળ આઇડિયાનો ઉપયોગ થઈ રહ્યો છે. આપણે વિશ્વને બદલ્યું તો છે પણ સાથે-સાથે તેને તોડ્યું પણ છે.’
ક્રિસે મેસિના જણાવ્યું હતું કે, ‘વર્ષ 2019 સુધીમાં વિશ્વની 50 ટકા વસતી ઓનલાઇન થઈ ગઈ છે. આ એક એવું વિશ્વ છે જેમાં સંસ્કૃતિ ઇન્ટરનેટ પર આધારિત છે. આપણે જો સંસ્કૃતિ સંબંધિત મૂળભૂત સમસ્યાઓનો ઉકેલ નહીં લાવીએ તો શું થશે. આપણે જો આપણી જાતે જ ડીઝાઇન ના કરી શકીએ તો ડીઝાઇન કેવી રીતે કરીશું? શિક્ષણ એ એક સારા મનુષ્ય તરીકે આપનું ઘડતર કરવા માટે છે.’