weather update- રાજ્યમાં આ તારીખ સુધી રહેશે ઠંડીનુ જોર

શુક્રવાર, 6 જાન્યુઆરી 2023 (09:04 IST)
સમગ્ર ઉત્તર ભારત હાલ ઠંડીમાં ઠુંઠવાયું છે, દિલ્હીમાં આ શીયાળાનું સૌથી નીચું 4.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.   ભારે ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટીને 200 મીટર પર આવી ગઇ હતી, જેને પગલે વાહન વ્યવહાર ઠપ થઇ ગયો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. જ્યારે ૨૫થી વધુ ટ્રેનો મોડી ચાલી રહી છે. ગુજરાતમાં ન્યુનત્તમ તાપમાન તો 10થી 14સે.રહ્યું હતું. 

ઉત્તર ભારતના હિમાલયનાં રાજ્યોમાં હિમવર્ષા અને બર્ફીલા પવનને કારણે ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. માત્ર એટલું જ નહીં, 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હોવાથી રાજ્યભરના જનજીવન પર અસર થઈ છે. કચ્છના નલિયામાં સૌથી ઓછું 2 ડીગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે ચાર મહાનગર એવાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં 11થી 12 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના મતે સાતમી જાન્યુઆરીથી ગુજરાતમાં ઠંડીમાં થોડો ઘટાડો થશે 

 
જાણો કયા કેટલું તાપમાન ? 
 
રાજ્યના 10 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું
નલિયામાં 2 ડિગ્રી તાપમાન નોંધાયું 
ડીસામાં 6.9 ડિગ્રી તાપમાન નોંધાયું
ગાંધીનગરમાં 6.9 ડિગ્રી તાપમાન નોંધાયું 
ભુજમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું 
કંડલામાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું 
અમદાવાદમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું 
વડોદરામાં 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું 
સુરતમાં 15.2 ડિગ્રી તાપમાન નોંધાયું 
વલસાડમાં 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું 
અમરેલીમાં 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું 
ભાવનગરમાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું 
રાજકોટમાં 10.7 ડિગ્રી તાપમાન નોંધાયું 
સુરેન્દ્રનગરમાં 10.2 ડિગ્રી તાપમાન નોંધાયું 
મહુવામાં 13.1 ડિગ્રી તાપમાન નોંધાયું

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર