મે મહિનામાં ગરમી વધશે ઊનાળો આકરા પાણીએ થાય તેવી વકી

બુધવાર, 24 એપ્રિલ 2019 (12:33 IST)
મંગળવારે અમદાવાદનું  સૌથી વધુ 43.4 તાપમાન ડિગ્રી નોંધાયું હતું. આગામી દિવસોમાં હજુ પણ ગરમી વધે તેવી વકી છે. હવામાના વિભાગની આગાહી મુજબ એપ્રિલના બાકી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધી શકે છે. રાજસ્થાન તરફથી ફૂંકાઈ રહેલા ઉત્તર પશ્ચિમના પવનોના કારણે ગરમી વધવાની શક્યતા છે. મંગળવારે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં તાપમાનનો પારો ઉંચો રહ્યો હતો. ઉત્તર ગુજરાતના ડિસામાં મંગળવારે 42.00 ડિગ્રી તાપમાન નોંધાયું હતું તો વડોદરા શહેરમાં 42.00 ડિગ્રી અને રાજકોટમાં 42.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે ભુજમાં 41.8 સુરેન્દ્રનગરમાં 43.3 ડિગ્રી તાપમાન અને ગાંધીનગરમાં 42.00 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યાં હોવાથી તાપમાનમાં વધારો થયો છે. રાજસ્થાન તરફથી ફૂંકાતા પવનોના કારણે ઊનાળો આકરા પાણી રહેશે. ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાવાના કારણે શહેરોનો પારો ઉંચો જઈ રહ્યો છે અને તેના કારણે જ ગઈકાલે અમદાવાદ શહેરનું તાપમાન બે ડિગ્રી વધારે નોંધાયું હતું. જોકે, મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે હવામાન વિભાગે હજુ સુધી હિટ વેવની કોઈ આગાહી આપી નથી. હવામાન વિભાગની આગાહી મુજબ આજે અને આવતીકાલ અમદાવાદનું તાપમાન યથાવત રહે તેવી વકી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર