Weather News- રાજ્યમાં કાતિલ ઠંડીની અસર, કચ્છમાં આજે કોલ્ડ વેવની આગાહી

રવિવાર, 16 જાન્યુઆરી 2022 (12:20 IST)
અમદાવાદમાં ફરી એકવાર 10 ડીગ્રી નીચે 9.6 લઘુતમ તાપમાન નોંધાયું છે. કચ્છના નલિયામાં તાપમાનનો પારો ગગડીને 4.2 ડીગ્રીએ પહોંચી જતાં હાડ થિજવતી ઠંડીનો અહેસાસ કર્યો હતો. હજુ કચ્છમાં કોલ્ડ વેવની સ્થિતિ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.  
 
ઠંડા પવનોની અસરથી રાજ્યનાં મોટા ભાગનાં શહેરોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે, જેમાં 4.2 ડીગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડું શહેર બન્યું હતું.
 
ગુજરાતમાં પૂર્વ દિશાનો પવન છે. આગામી બે દિવસ ઠંડીમાં વધારો થવાની સંભાવના ઓછી છે. અલબત્ત, બે દિવસ બાદ ઠંડીનો પારો 2 થી 4 ડિગ્રી ઘટી શકે છે અને જેના લીધે કડકડતી ઠંડી અનુભવાશે. '
આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાનનો પારો 9.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં તાપમાનનો પારો 8 ડિગ્રી નોધાયો હતો. તેમજ વડોદરામાં 11.3 ડિગ્રી, રાજકોટમાં 12.7 ડિગ્રી અને ભાવનગરમાં 13 ડિગ્રીન નોધાયો હતો. આમ સમગ્ર રાજ્યમાં ઉત્તરીય પૂર્વીય પવનોના કારણે લધુત્તમ તાપમાનનો પરો 15 ડિગ્રીની આસ પાસ પહોંચવા પામ્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર