ઓસ્ટ્રેલિયામાં યુદ્ધ વિમાન ઉડાવી ગુજરાતનું નામ રોશન કરશે વ્રજ પટેલ, જાણો શું છે ગુજરાત કનેક્શન

સોમવાર, 7 ડિસેમ્બર 2020 (11:16 IST)
અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના પહાડપુર ગામના વ્રજ પટેલ નામના યુવકની ઓસ્ટ્રેલિયન એસરફોર્સમાં પાયલોટ તરીકે પસંદગી કરવામાં આવી છે.  વ્રજ પટેલનો પરિવાર વર્ષોથી ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરે છે જેથે તેઓ અવાર નવાર વિમાન મારફતે વતન આવતા હોવાથી તેને નાનપણથી જ પાયલોટ બનવાની ઇચ્છા જાગી હતી. 
 
અરવલ્લી મોડાસાના પહાડપુરના અને સર્વોદય સ્કૂલમાં બાયોલોજી લેબ આસિસ્ટન્ટ નટુભાઈ પટેલના પુત્ર વિમલભાઈ વર્ષોથી ઓસ્ટ્રેલિયા સ્થાઈ થયા છે અને હાલ ઓસ્ટ્રેલિયામાં એડિલેડમાં માર્ડન સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ફિઝિક્સ અને ગણિતના શિક્ષક વિમલ પટેલનો દિકરો વ્રજ છે. 
વ્રજને ધોરણ 12માં 97 ટકા આવ્યા હતા અને બાદમાં તે રોયલ ઓસ્ટ્રેલિયન એર ફોર્સમાં (RAAF) જોડાયો હતો. ધોરણ 12માં 97 ટકા મેળવ્યા બાદ વ્રજ પટેલ ઓસ્ટ્રેલિયાની એકેડેમી ઓફિસર્સ ટ્રેનિંગમાં જોડાયો હતો. 
 
આ અંગે તેમણે ઓસ્ટ્રેલિયાની ગ્રાઉન્ડ એકેડેમી ઓફિસર્સ ટ્રેનિંગ સ્કૂલમાં પસંદગી થઈ હતી. રોયલ ઓસ્ટ્રેલિયન એરફોર્સમાં પાયલોટ ઓફિસર તરીકે નિમણુંક થતા પરિવારમાં અને તેમના વતનમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી. હવે વ્રજ પટેલ ઓસ્ટ્રેલિયામાં યુદ્ધ વિમાનો ઉડાડશે અને ગુજરાતનું નામ રોશન કરશે. આ અંગેની જાણ તેમના સગા સંબંધીઓને થતા તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી અને ફોન કોલ દ્વારા બધાઈ આપવામાં આવી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર