પરપ્રાંતિઓ મુદ્દે સીએમ રૂપાણીએ કહ્યું અફવાઓ પર ધ્યાન ન આપો, સુરક્ષા પુરી પાડીશું
સોમવાર, 8 ઑક્ટોબર 2018 (11:52 IST)
સાબરકાંઠાના ઢુંઢર ગામમાં 14 માસની બાળકી ઉપર દુષ્કર્મ કરનારા બિહારનો વતની રવીન્દ્ર ગાંડેને પોલીસે તાત્કાલિક ઝડપી લીધો હતો. પરંતુ બાળકી પરના દુષ્કર્મની ઘટનાના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. તેમાં પણ સોશિયલ મીડિયા ઉપર ઉશ્કેરણીજનક પોસ્ટ વહેતી કરવામાં આવી રહી છે. પરપ્રાંતીય લોકો હિજરત કરી રહ્યાં છે ત્યારે રાજકોટમા વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 48 કલાકમાં કોઇ અઇચ્છનીય બનાવ બન્યો નથી. કોઇ અફવામાં ન આવે અને શાંતિ જાળવે, કોઇ તકલીફ હોય તો જાણ કરો સુરક્ષા આપીશું, પોલીસ બંદોબસ્ત પણ રાખવામા આવ્યો છે. ગુજરાતી બધાને સમાવી લેતા હોય છે એકતા ન તોડવા અપીલ કરી હતી. જેને ખોટુ કર્યું હતું તેને 24 કલાકમાં જ ઝડપી લેવામા આવ્યાં છે. ઉશ્કેરાટ ફેલાવનારને પણ નહીં છોડવામા આવે.ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્રનું વર્ષો પહેલા સાડા ત્રણ વર્ષની ઉંમરે અવસાન થઇ ગયું હતું. જેનું નામ હતું પુજીત રૂપાણી. તેના અવસાન બાદ વિજય રૂપાણીએ બાળકો અને સમાજ માટે મદદરૂપ થવા પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. આજે પુજીત રૂપાણીનો જન્મદિવસ છે ત્યારે શહેરના ફન વર્લ્ડમાં ટ્રસ્ટના બાળકો સાથે ઉજવ્યો હતો અને બપોરે બાળકો સાથે જ જમીન પર બેસી રૂપાણી દંપતી ભોજન પણ લેશે. આ ઉજવણીમાં તારક મહેતા ફેમ ટપુડો એટલે ભવ્ય ગાંધી પણ જોડાયો હતો.સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજીત 48માં ત્રિ-દિવસીય યુવક મહોત્સવ થનગનાટ-2018નો આજે સોમવારે સવારે 9.45 વાગ્યે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યુવક મહોત્સવની સાથોસાથ 'નમો ઇ-ટેબ'ના વિતરણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 15000 જેટલા વિદ્યાર્થીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.