અમદાવાદ અને મહેસાણામાં વાહન ચોરતી ગેંગ પકડાઈ, પોલીસે 22 વાહનો સાથે 10.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

સોમવાર, 22 જુલાઈ 2024 (18:48 IST)
ગુજરાતમાં વાહન ચોરીના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. અમદાવાદ જેવા શહેરમા જાહેરમાં વાહનોની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ ગઈ છે. ત્યારે અમદાવાદ અને મહેસાણામાં વાહન ચોરીના બનાવો અંગે પોલીસે સપાટો બોલાવ્યો છે. અમદાવાદ, બોપલ અને મહેસાણામાં વાહનો ચોરી કરતી ગેંગના ચાર સાગરિતોને પકડી પાડીને 6 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. તે ઉપરાંત 22 વાહનો સહિત કુલ 10 લાખથી વધુનો મુદ્દામાલ સાણંદ જીઆઈડીસી પોલીસે કબજે કર્યો છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે વણઉકેલાયેલા ગુનાઓના ઉકેલ માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસને સૂચના મળી હતી. આ સૂચનાને આધારે પોલીસ ગુનાઓના ઉકેલ માટે પેટ્રોલિગમાં હતી તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે, સાણંદનો આરોપી હર્ષદ ઠાકોર ચોરીનું વાહન લઈને જઈ રહ્યો છે. પોલીસે બાતમી વાળા સ્થળે વોચ ગોઠવીને આરોપીને પકડી પાડ્યો હતો. પોલીસે તેની પુછપરછ કરતાં હર્ષદ ઠાકોર સહિત, જયેશ ઠાકોર, કાળાભાઇ ઠાકોર, હાર્દીક પટેલ, દશરથભાઇ સેનવાને આ પૈકી પાંચ વાહનો વેચાણ આપ્યાં છે. જે તમામ ઇસમો ચોરીમાં સંડોવાયેલ છે. તમામ આરોપીઓને પકડી પોલીસે યુક્તિ પ્રયુક્તથી પુછપરછ કરી હતી. જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, તેમણે બોપલ, અમદાવાદ અને મહેસાણામાં વાહનો ચોર્યાં હતાં. પોલીસે તેમની પાસેથી 22 ટુ વ્હિલર કબજે કરીને 10.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આરોપીઓએ લોક કર્યા વગરના ટુ વ્હીલર્સ વાહનોને ડાયરેકટ કરી અને ડાયરેકટ ચાલુ ના થાય તો અન્ય વાહનમાં બેસેલ ઇસમ દ્રારા પગથી ચોરી કરેલા વાહનને ધક્કો મારી ચોરી કરતા હોવાનુ પોલીસને જણાવ્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર