બાંગ્લાદેશમાં કરફ્યૂ છતાં હિંસા, 10 લોકોનાં મૃત્યુ

રવિવાર, 21 જુલાઈ 2024 (17:51 IST)
બાંગ્લાદેશમાં ચાલી રહેલા અનામતવિરોધી આંદોલનમાં હિંસા અટકવાના કોઈ સંકેત નથી.
 
કરફ્યૂ છતાં બાંગ્લાદેશના પાટનગર ઢાકામાં થયેલ હિંસક સંઘર્ષમાં ઓછામાં ઓછા 10 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે. આ દરમિયાન ઓછામાં ઓછા 91 લોકો ઇજાગ્રસ્ત થયા છે. મૃત્યુ પામેલા લોકોમાં બે પોલીસકર્મી પણ સામેલ છે.
 
ઢાકાના જાત્રાબાળીના રાએર બાગ વિસ્તારમાં આઠ લોકોનાં મોત થયાં જ્યારે મીરપુર અને આઝિમપુરમાં બે લોકોનાં મોત થયાં હતાં.
 
બીબીસી સંવાદદાતાઓએ શનિવારે બપોરે ઢાકાના બડ્ડા અને સૈયદાબાદ વિસ્તારોમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ જોયું હતું.
 
ગત મંગળવારે શરૂ થયેલી હિંસાને કારણે દેશમાં ઓછામાં ઓછા 110 લોકોએ જીવ ગુમાવ્યો છે.
 
સરકારે શુક્રવારે અડધી રાતે કરફ્યૂનું એલાન કરાયું હતું. આ સાથે જે દેશમાં સેનાને તૈનાત કરવામા આવી હતી. રવિવારે કરફ્યૂનો અમલ વધારે સખત બનાવાયો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર