વડોદરા: 'પુષ્પા' સ્ટાઈલમાં હુમલો, ઝડપાયેલા આરોપીઓને છોડાવી જપ્ત કરેલો દારૂ પણ લઈ ગયા

સોમવાર, 11 એપ્રિલ 2022 (17:45 IST)
વડોદરા શહેરના સમા વિસ્તારમાં ઉર્મિ સ્કૂલ પાછળ ઝૂંપડપટ્ટીમાં ચાલતા દારૂના અડ્ડા પર દરોડો પાડવા ગયેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પર ફિલ્મ 'પુષ્પા' સ્ટાઇલમાં હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બૂટલેગરના પરિવાર અને સાગરીતોનાં ટોળાં ઝડપાયેલા બૂટલેગરોને પોલીસના હાથમાંથી છોડાવી ગયા હતા અને જપ્ત કરેલા દારૂના જથ્થાને પણ ઉઠાવી જઇને હુમલો કરતાં આઠ લોકો અને ટોળાં સામે ગત મધરાત બાદ ફરિયાદ નોંધાઇ હતી.

સાઉથની ફિલ્મ 'પુષ્પા' માં અભિનેતા ચંદનની તસ્કરી દરમિયાન પોલીસનો દરોડો પડે તો મુદ્દામાલ જ ન મળે એ માટે તે ચંદનના જથ્થાને છુપાડી દેતો અથવા એને પોલીસના હાથમાં ન લાગે એમ લઇને ભાગી જતો. જેથી દરોડા દરમિયાન જો મુદ્દામાલ જ ન મળે તો કેસ જ ન બને. આ ફિલ્મી તરકીબ ગઇકાલે વડોદરાના સમા વિસ્તારમાં દરોડો પાડવા ગયેલી સ્ટેટ મોનિટરિંગની ટીમ સાથે બૂટલેગરના પરિવાર અને તેના સાગરીતોના ટોળાએ અજમાવી હતી.
 
શું બન્યું હતું રેડ દરમિયાન
સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા PSI એસ.જે. રાઠવાએ સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા અનુસાર, તેઓ છેલ્લા પાંચ દિવસથી સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવે છે. તેમને બાતમી મળી હતી કે વડોદરા શહેરની ઊર્મિ સ્કૂલ પાછળ ઝૂંપડપટ્ટી પાસે ધીરજ પાંડે નામની વ્યક્તિ સાગરીતો સાથે મળી વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે, જેથી સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફે પંચોને સાથે રાખી ખાનગી વાહનમાં પહોંચી દરોડો પાડ્યો હતો. જ્યાં ઝાડીઝાંખરામાં દારૂ સાથે બે શખસ ઝડપાઇ ગયા હતા અને એક ફરાર થઇ ગયો હતો. જેમની પાસેથી જપ્ત કરવામાં આવેલા દારૂના જથ્થાની ગણતરી કરવામાં આવી રહી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર