વડોદરા હાઈપ્રોફાઇલ દુષ્કર્મ કેસ, આરોપી રાજુ ભટ્ટની 3 દિવસની રિમાંડ મંજુર

ગુરુવાર, 30 સપ્ટેમ્બર 2021 (18:15 IST)
વડોદરા હાઈપ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં સંડોવાયેલા આરોપી રાજુ ભટ્ટને આજે કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો. પોલીસે આરોપી રાજુ ભટ્ટના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.. જેની સામે કોર્ટે આરોપી રાજુ ભટ્ટના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 3 ઓકટોબર બપોરે 1 વાગ્યા સુધી આરોપી પોલીસ રિમાન્ડમાં રહેશે. વકીલ જગત દેસાઇએ આરોપી રાજુ ભટ્ટ તરફે દલીલો કરી હતી. આ પહેલા રાજુ ભટ્ટને ગોત્રી હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે લઈ જવાયો હતો, જ્યાં તેનાં સ્પર્મ સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. એને સુરત FSLમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યાં છે.
 
આરોપી રાજુ ભટ્ટે પોલીસ સમક્ષ કરી કબૂલાત વડોદરામાં હાઇપ્રોફાઇલ દુષ્કર્મ કેસ મામલે રોજ રોજ મોટા ખુલાસા થઈ રહ્યા છે. મુખ્ય આરોપી અશોક જૈન હજુ પણ પોલીસ પકડથી દૂર છે ત્યારે જુનાગઢથી પકડાયેલો આરોપી 
 
રાજુ ભટ્ટે પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે  પીડિતાને ડવડેક એપોર્ટમેન્ટમાં લઈ ગયો હતો. એ પછી શું થયું તેનો આરોપીએ હજુ સુધી ખુલાસો કર્યો નથી. મહત્વનું છે કે શહેરથી દૂર આજવા ચોકડી પર ડવડેક એપાર્ટમેન્ટ આવેલુ છે
 
ક્રાઈમ બ્રાન્ચ પોલીસે રિમાન્ડ માટે કોર્ટમાં મુદ્દા રજૂ કર્યા કે, 4 સપ્ટેમ્બરના રોજ રાજુએ દુષ્કર્મ કરેલું એ રૂમમાં સ્પાઈ કેમેરા લાગેલા હતા. કોણે લગાવ્યા હતા તે તપાસનો વિષય છે. 5 સપ્ટેમ્બરે દુષ્કર્મના ફોટા વાયરલ કરેલા એ કોણે કર્યા, સહારા ઇન્ડસ્ટ્રીઝ ડિલ મામલે પણ તપાસ કરવાની છે, કોને સાથે રાખી સમાધાન ના પ્રયાસ કર્યા , કોણે કોણે આશરો આપ્યો એ તાપસ કરવાની છે. 14 દિવસ ના રિમાન્ડની માંગ કરાઈ.
 
બીજી તરફ આરોપીના વકીલે દલીલ કરી કે, રિકન્સ્ટ્રકસન ક્યારે થાય ? આરોપી બળાત્કાર કરવાની વાત નકારી કાઢી છે તો 14 દિવસ ના રિમાન્ડ કેમ ? બળાત્કાર પહેલા સ્પાઈ કેમેરા કોણે લગાવ્યા ? તે પોલીસ એ શું તપાસ કરી. યુવતીએ તેના કપડાં ફાડી નાંખ્યાની અને માર મારયાની હકીકત પોલીસને જણાવી હતી.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર