વડોદરા સામુહિક દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીને નહોતો કર્યો આપધાત, મોબાઈલ મેસેજ પરથી મર્ડર થયુ હોવાની આશંકા

શનિવાર, 20 નવેમ્બર 2021 (18:31 IST)
વડોદરમાં સામુહિક ગેંગરેપનો ભોગ બનેલી પીડિતાના આપઘાત કરવા તરફની ઘટના એક મોબાઈલ મેસેજથા હવે અચાનક હત્યા થઈ હોવાની આશંકા ઉભી કરી રહ્યુ છે ગત 3 નવેમ્બરની રાતે ગુજરાત ક્વીન ટ્રેનમાં મહારાષ્ટ્ર જતી વેળાએ એ યુવતીનો નવસારીથી કેટલાક લોકો પીછો કરી રહ્યા હતા. આ લોકોએ પોતાને કિડનેપ કરી લીધાની અને માંડ-માંડ ફોન મેળવીને વોશરૂમમાંથી આ SoS લખી રહ્યાનો વ્હોટ્સએપ મેસેજ યુવતીએ સંજીવભાઈ નામની વ્યક્તિને મોકલ્યો હતો. મેસેજના આ સ્ક્રીનશોટ પીડિત મૃતકના માતાએ આપ્યા છે.
 
3 નવેમ્બરની રાત્રે 11.31 વાગ્યે કરેલા વ્હોટ્સએપ મેસેજમાં યુવતીએ લખ્યું છે કે સોરી સંજીવભાઈ પ્લીઝ મને બચાવી લો. હુ મહારાષ્ટ્ર કામ માટે જઈ રહી છુ. એ મારો નવસારીથી પીછો કરી રહ્યો છે. તે મને કેમ પણ કરીને મારવા માંગે છે. હુ ટ્રેનમાં કોલ નહી કરી શકુ. જેમ તેમ કરીને ફોન લીધો છે. માતા પિતાને કશુ ખબર નથી. મારુ અપહરણ થયુ છે અને હુ હાલ વોશરૂમમાં છુ. એ લોકો મને મારી નાખશે. પ્લીઝ કોલ કરશો હુ રાહ જોઉ છુ.  
 
4 નવેમ્બરની વહેલી સવારે વલસાડ રેલવે સ્ટેશન પર ટ્રેનની સફાઈ કરતાં સફાઈ કામદારને ગુજરાત કવીન ટ્રેનમાંથી એક યુવતીની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી. સફાઈ કામદારે તાત્કાલિક વલસાડ સ્ટેશન માસ્ટર અને GRPની ટીમને બનાવની જાણ કરી હતી. જેથી વલસાડ GRPની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ચેક કરતાં યુવતી પાસે ટિકિટ કે પાસ મળી આવ્યો નહોતો. તપાસમાં તેની પાસેથી મળી આવેલી ડાયરીમાં 28 ઓક્ટોબરે તેની સાથે વેક્સિન ગ્રાઉન્ડ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સપાટી પર આવ્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર