અમદાવાદમાં પણ મોટા પાયે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે પરંતુ હજુ અનેક લોકો એવા છે જેણે રસી લીધી નથી. તો અમદાવાદમાં 20 સપ્ટેમ્બરથી વેક્સિન સર્ટિફિકેટ ન હોય તેવા વ્યક્તિઓને એએમટીએસ, બીઆરટીએસ, ગાર્ડન હોટલ અને રેસ્ટોરન્ટ જેવા જાહેર સ્થળો પર પ્રવેશ પર પ્રતિબંધ કરવામાં આવ્યો હતો. હવે અમદાવાદમાં વેક્સિન સર્ટિફિકેટ વગર થિયેટરમાં પણ પ્રવેશ મળશે નહીં.
કોઈપણથિયેટરમાં મૂવીજવા માટે દરેક લોકોએ ફરજીયાત વેક્સિન સર્ટિફિકેટ દેખાડવાનું રહેશે. વેકસીન સર્ટિફિકેટ ના હોય અને કોઈપણ કાર્યવાહી થાય કે દંડ થાય તો થિયેટરની જવાબદારી નહીં રહે તેવો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાઈડ એન્ગલ મલ્ટી પ્લેક્સ ખાતે નોટિસ લગાવી કહેવામાં આવ્યું કે જો કોઈ કાર્યવાહી થાય તો ટિકિટના રૂપિયા પાછા આપવામાં આવશે નહી. વેક્સિીન નહીં લેનારા લોકો પર ગાળીયો કસવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક ર્નિણયો લેવામાં આવ્યો છે.
કોર્પોરેશન દ્વારા સંચાલિક કાંકરિયા લેક, રિવરફ્રન્ટ, લાઇબ્રેરી, સ્વિમિંગ પુલ, જીમખાના, સીવી સિવિક સેન્ટર સહિત કોર્પોરેશનની કોઇ પણ સુવિધાનો લાભ લેવા માટે ફરજીયાત વેક્સિનેશન કરાવવું પડશે.