રાજ્યમાં કમોસમી વરસાદનું અનુમાન, ડાંગ અને વલસાડ જિલ્લામાં માવઠું, ખેડૂતોમાં ચિંતા

મંગળવાર, 13 ડિસેમ્બર 2022 (11:20 IST)
રાજ્યમાં શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. ધીમે ધીમે ઠંડક વધી રહી છે. પરંતુ રાજ્યમાં ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ અને નવસારીમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 14મી ડિસેમ્બરે ભાવનગરમાં કમોસમી વરસાદની સંભાવના છે. ચોમાસાની સાથે રાજ્યમાં ઠંડીનું જોર પણ વધવા જઈ રહ્યું છે. વરસાદની આગાહી વચ્ચે ડાંગ અને વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો.
 
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ગુજરાતમાં 12 થી 14 ડિસેમ્બર દરમિયાન વરસાદની સંભાવના છે. વલસાડ, નવસારીમાં કમોસમી વરસાદની સંભાવના છે. જેથી 14મી ડિસેમ્બરે ભાવનગર સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદની અસર જોવા મળી શકે છે. ઉત્તર-પૂર્વીય પવનને કારણે રાજ્યમાં ઠંડીનું જોર પણ વધશે. 5 દિવસ બાદ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે.
 
હવામાન વિભાગની આગાહી મુજબ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં ભારે વરસાદ થયો છે. વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વલસાડ જિલ્લામાં પણ ઠંડીમાં વધારો થયો છે. કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થાય છે. ડાંગ જિલ્લામાં હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. ડાંગ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે. કેટલાક ગામોમાં વરસાદ શરૂ થયો છે. આહવામાં વરસાદના કારણે રસ્તાઓ પર પાણી જોવા મળી રહ્યા છે. કમોસમી વરસાદના કારણે શિયાળુ પાકને નુકસાન થવાની શક્યતાઓથી ખેડૂતો પણ ચિંતિત છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર