મળતી માહિતી પ્રમાણે, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરત, મોરબી, રાજકોટ, ખેડા, દાહોદ, વીજાપુર, જૂનાગઢ, મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો.
ગોધરાથી બીબીસી ગુજરાતીના સહયોગી દક્ષેશ શાહ જણાવે છે કે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કંજોટા ગામમાંથી પસાર થતી પાનમ નદીમાં પૂર આવ્યું હતું. જેના કારણે ત્રણ લોકો ફસાઈ ગયા હતા, જેમને બચાવવા માટે પોલીસ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બચાવકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.