કામરેજમાં પર્યાવરણ જાળવણી માટે સ્થાપિત કરાયું અનોખું વૃક્ષ મંદિર

મંગળવાર, 8 જૂન 2021 (09:02 IST)
૫મી જુન ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણીના ભાગરૂપે સુરત જિલ્લાના કામરેજ ખાતે ગેલઅંબે પરિવાર ટ્રસ્ટ દ્વારા ગેલ અંબે ધામ મંદિરને 'વૃક્ષ મંદિર' નામ આપી ૩૫૦ વૃક્ષ વાવીને તેની માવજત દ્વારા પર્યાવરણ જાળવણીનો અનોખો સંકલ્પ કરવામાં આવ્યો છે. 
 
રાજ્યભરમાં પર્યાવરણ સંરક્ષણનો આ પ્રકારનો પ્રથમ પ્રયાસ કરનાર આ ટ્રસ્ટના સભ્યોએ ‘વાવેલા અને હયાત વૃક્ષોની કાળજી લેવી અને ગામમાં કોઇપણ વ્યક્તિનું મૃત્યુ થાય તો બે વૃક્ષો વાવી તેમનું સંવર્ધન કરવું.’ એવો સામૂહિક સંકલ્પ કર્યો છે.
 
આ પ્રસંગે ગેલઅંબે ટ્રસ્ટના પ્રમુખ બાબુભાઈ માલવિયા, ઉપપ્રમુખ કાનજીભાઈ અંટાળીયા, મંત્રી બાબુભાઈ કોટડીયા, સહમંત્રી જયસુખભાઈ માલવિયા, બલદેવસિંહ રાજપુરોહિત, લક્ષ્મણસિંહ પુરોહિત ઉપસ્થિત રહ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર