આજથી કુંવારી દીકરીઓનું વ્રત એટલે કે ગૌરી વ્રતનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે માતા પિતાની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરા શહેરના ભાયલી ખાતે રહેતા તેમજ ક્રેઝી કટઝ (crazy cutz) સલૂનના સંચાલિકા જ્યોતિ દીક્ષિત દ્વારા કુવારીકાઓ (નાની દીકરીઓ) ને પાંચ દિવસ માટે મફતમાં મહેંદી મૂકી આપવી તેમજ મફતમાં હેર કટ કરી આપવાનું અનોખું બીડું ઉપાડવામાં આવ્યું છે.
આપણે ભૂતકાળમાં કોરોના કાળમાં સેવા કાર્ય કરતા અનેક લોકો તેમજ સંસ્થાઓને નિસ્વાર્થ ભાવે પોતાનું બનતું યોગદાન આપતા જોયા છે. કોરોના મહામારીની ગતિ હાલ ધીમી પડી છે તેવામાં પોતાની આર્થિક સ્થિતિ ને જોતા તહેવારોની ઉજવણી કેવી રીતે કરવી તેને લઈને નાગરિકો મુંજવણમાં છે. ત્યારે જ્યોતિ દીક્ષિત દ્વારા કરવામાં આવતા આ ઉમદા કામ ની સૌ કોઈ સરાહના કરી રહ્યા છે. જેમાં આજથી આવનાર પાંચ દિવસ સુધી દીકરીઓને મહેંદી તેમજ હેર કટ મફતમાં કરી આપવામાં આવનાર છે.