કેટમાં શહેરના બે વિદ્યાર્થીએ 99.99 પર્સેન્ટાઈલ મેળવ્યા, દેશના 19માંથી રાજ્યના 4ને 99.99 પર્સેન્ટાઈલ

મંગળવાર, 4 જાન્યુઆરી 2022 (13:51 IST)
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ- અમદાવાદ (આઈઆઈએમ-એ) સોમવારે કોમન એડમિશન ટેસ્ટ (કેટ)ના પરિણામની જાહેરાત કરી છે. જેમાં આઈઆઈટી ગાંધીનગરના વિદ્યાર્થી વિરાજ શાહ અને હર્ષિત કુમાર સહિતના ગુજરાતના 4 વિદ્યાર્થીએ 99.99 પર્સન્ટાઈનલ મેળવ્યા છે.

અમદાવાદ યુનિવર્સિટીની બીબીએની વિદ્યાર્થીની રક્ષિતા અગ્રવાલે 99.31 પર્સન્ટાઈલ મેળવ્યા છે. 100 પર્સન્ટાઈલ મેળવનારા દેશના છ વિદ્યાર્થીઓ છોકરા જ છે. જ્યારે 99.99 પર્સન્ટાઈલ મેળવનારા દેશના 19 વિદ્યાર્થી પણ છોકરાઓ જ છે.

ગુજરાતમાં કુલ 99.99 પર્સન્ટાઈલ મેળવનારા 4માંથી 2 અમદાવાદના છે. મેરિટને આધારે એક સપ્તાહમાં વિવિધ 20 આઈઆઈએમમાં પ્રવેશ માટેના ઈન્ટરવ્યૂ લેવાશે. આઈઆઈએમ-એ તરફથી 28મી નવેમ્બરે કેટ લેવામાં આવી હતી.જેમાં દેશભરમાંથી કેટ માટે રજીસ્ટ્રેશન કરાવનારા કુલ 2.30 લાખ વિદ્યાર્થીઓમાંથી 1.92 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે પૈકીના કુલ 9 છોકરાઓએ 100 પર્સન્ટાઈલ મેળવ્યા છે. 100 પર્સેન્ટાઈલ મેળવનારા 7 વિદ્યાર્થી એન્જિનિયરિંગ બ્રાંચના જ્યારે 2 વિદ્યાર્થી નોન એન્જિનિયરિંગ બ્રાંચના છે. જ્યારે 99.99 પર્સેન્ટાઈલ મેળવનારા એન્જિનિયરિંગના 16 વિદ્યાર્થી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર