Corona Gujara - ગુજરાતમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો, 7 મહિના બાદ પહેલીવાર 1200થી વધારે કેસ

સોમવાર, 3 જાન્યુઆરી 2022 (23:31 IST)
ગુજરાતમાં રોકેટગતિએ વધી રહેલા કોરોના કેસમાં એક નવું તથ્ય બહાર આવ્યું છે કે દર ત્રીજા દિવસે કેસ ડબલ થઈ રહ્યા છે. રસપ્રદ છે કે ગત માર્ચ-એપ્રિલ 2021માં પણ આવો જ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. આ રીતે જોઈએ તો 24 ડિસેમ્બરે ગુજરાતમાં કોરોના પોઝિટિવના નવા 98 કેસ નોંધાયા હતા. આ આંકડો 26મીએ તેના ડબલ જેટલો વધી 177, 28મીએ તેના ડબલ થઈ 394 અને 30મીએ 573 તેના ડબલ જેટલો વધીને 1 જાન્યુઆરીએ 1069 થયો 
 
રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. 2022ના પહેલા જ દિવસે કોરોનાના 1000થી વધુ કેસ નોંધાયા હતા. ત્યારે 7 મહિના બાદ પહેલીવાર 1200થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1259 નવા કેસ નોંધાયા છે. ત્યારે ડાંગ , પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, પાટણ અને બોટાદમાં જ કોરોનાના એકેય કેસ નોંધાયા નથી. તો આજે અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 631 નવા કેસ નોંધાયા છે
 
 
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1259 કેસ
 
અમદાવાદમાં સૌથી વધુ 631 કેસ 
 
સુરતમાં 213 કેસ નોંધાયા
 
વડોદરામાં 68 કેસ
રાજકોટમાં 37
 
વલસાડમાં 40 કેસ નોંધાયા 
 
આણંદમાં 29  
ખેડામાં 24 
 
ગાંધીનગર 18 
ભાવનગર 17 
 
છેલ્લા 24 કલાકમાં 151 લોકો ડિસ્ચાર્જ
 
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 5858
 
 
રાજ્યમાં કોરોનાથી 3 દર્દીના મોત 
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,34,538
રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,19,047
રાજ્યમાં ઓમિક્રોનના 16 કેસ નોંધાયા

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર