અમદાવાદનાં નારણપુરામાં ભેખડ ધસી પડતાં બે મજૂરોનાં મોત

શુક્રવાર, 28 જાન્યુઆરી 2022 (14:10 IST)
અમદાવાદનાં નારણપુરામાં ભેખડ ધસી પડતાં બે મજૂરોનાં મોત
 
Ahmedabad અમદાવાદના નારણપુરા વિસ્તારમાં 10 વાગ્યે આ ઘટનાની જાણ કરવામા આવી. નારાયણ પુરામાં ભેખડ ધસી પડવાની ઘટનામાં બે મજૂરો દટાયા હતાં. ભેખડ ધસી પડવાનો કોલ મળતાંની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને દટાયેલા મજૂરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.  આ ઘટનામાં ત્રણ મજૂર દટાયા હતા, જેમાંથી બેનાં મોત નીપજ્યાં હતાં અને એક મજૂરને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
 
ફાયર ઓફિસર ઈનાયત શેખે જણાવ્યું હતું કે, આ મજૂરો જેસીબીના ખોદકામ દરમિયાન કામ કરતા હતાં, ત્યારે પાછળની સાઈડના રોડની ભેખડ અચાનક ધસી પડતાં મજૂરો અંદર દટાઈ ગયા હતા. 
 
પ્રાપ્ત વિગતો પ્રમાણે, નારણપુરા અમીકુંજ ચાર રસ્તા પાસે જૂના જનક એપાર્ટમેન્ટનું રિડેવલપમેન્ટનું કામ ચાલતું હતું. ધર્મ ડેવલપર્સ નામના બિલ્ડર દ્વારા રિડેવલપમેન્ટની કામગીરી કરવામાં આવી રહી હતી. દરમિયાન આજે બપોરે અચાનક ભેખડ ધસી પડતાં ત્રણ મજૂર દટાયા હતા, જેમાંથી ડામોર જયસિંગભાઈ અને કરમી પટુભાઈ નામના દાહોદના બંને મજૂરને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. આ ઘટનામાં ત્રણમાંથી 2 મજૂરનાં મોત થયાં છે તેમજ એક મજૂરને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
 
ત્રણમાંથી બે મજૂરનાં મોત નીપજ્યાં, એકને સારવાર અર્થે ખસેડાયો.
ફાયર વિભાગને 10 વાગ્યે આ ઘટનાનો કોલ મળ્યો
ફાયર વિભાગને સવારે 10 વાગ્યે ભેખડ ધસી પડવાનો કોલ મળ્યો હતો. કોલ મળતાંની સાથે જ ફાયરબ્રિગેડની ટીમની 4 ગાડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમતથી મજૂરોને બહાર કાઢ્યા હતા. ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે દાહોદનો શ્રમિક પરિવાર અહીં કામગીરી કરી રહ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર