ધંધુકામાં માલાધારી યુવકના હત્યાને લઈને હર્ષ સંધવીનું મહત્વનું નિવેદન

ગુરુવાર, 27 જાન્યુઆરી 2022 (18:51 IST)
અમદાવાદના ધંધુકામાં માલાધારી યુવકના હત્યાને લઈને ભારે રોષનો માહોલ ફેલાયો હતો. જોકે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ પણ એકશનમાં આવી ગઈ હતી. જેથી પોલીસે આ મામલે હત્યાને અંજામ આપનારા 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. સમગ્ર મામલાની ગંભીરતાને સમજી ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંધવીએ પણ મહત્વનું નિવેદન આપ્યું છે.  ગૃહ રાજ્ય મંત્રીએ ટ્વિટ કરી લખ્યું છે કે અમદાવાદના ધંધુકા ખાતેના કિશન ભરવાડના કેસ અંતર્ગત બે શંકાસ્પદ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. હું તેમના પરિવારને ખાતરી આપું છું કે, તેમને ઝડપથી ન્યાય મળશે, જેના માટે ગુજરાત પોલીસ સતત કાર્યરત છે

 
હર્ષ સંઘવીએ ઝડપથી ન્યાયની ખાતરી આપી
ગૃહ રાજ્ય મંત્રીએ ટ્વિટ કરી લખ્યું છે કે અમદાવાદના ધંધુકા ખાતેના કિશન ભરવાડના કેસ અંતર્ગત બે શંકાસ્પદ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. હું તેમના પરિવારને ખાતરી આપું છું કે, તેમને ઝડપથી ન્યાય મળશે, જેના માટે ગુજરાત પોલીસ સતત કાર્યરત છે.
 
 
વિવાદીત પોસ્ટના કારણે થઈ હત્યા?
 
યુવકની હત્યાને લઈ પોલીસે તપાસ શરૂ કરી તો સામે આવ્યું કે થોડા દિવસ પહેલા મૃતક કિશને એક ધર્મ વિરુદ્ધ સોશ્યલ મીડિયામાં વિવાદિત પોસ્ટ કરી હતી.જેની અદાવત રાખી કેટલાક લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હોઈ શકે. કારણકે કિશન સામે જે તે સમયે પોલીસ કાર્યવાહી પણ કરાઈ હતી. જોકે બાદમાં કેટલાક લોકો તેનાથી રોષે ભરાયા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર