ભારે વરસાદના કારણે ગુજરાતને જોડતો રેલ વ્યવહાર ખોરવાયો : જાણો રદ થયેલી ટ્રેન નું લીસ્ટ
સોમવાર, 5 ઑગસ્ટ 2019 (12:34 IST)
ભારે વરસાદના કારણે ગુજરાતને જોડતો રેલ વ્યવહાર ખોરવાયો : જાણો રદ થયેલી ટ્રેન નું લીસ્ટ
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે ગુજરાતને જોડતો રેલ વ્યવહાર ઠપ્પ થયો છે. ભારે વરસાદના કારણે નવસારી, સુરત, સહિત દક્ષિણ ગુજરાતમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે તો ત્યારે નદી નાળા છલકાયા છે. ડેમો ના દરવાજા ખોલવા પડ્યા છે, અને અનેક ટ્રેનો રદ તો ડાયવર્ત કરવી પડી છે. મુંબઈ-જયપુર એક્સપ્રેસ, બાંદ્રા-ભુજ એક્સપ્રેસ, જામનગર-બાંદ્રા એક્સપ્રેસ સહિત લાંબા અંતરની 19 ટ્રેન રદ્દ કરવામાં આવી છે. અમદાવાદથી પસાર થતી 13 ટ્રેનો રદ્દ કરવામાં આવી, તથા લાંબા અંતરની 19 ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. તો 7 ટ્રેનોના રૂટમાં ફેરફાર કરીને ડાયવર્ટ કરવામાં આવી છે.
અમદાવાદ - કોલ્હાપુર એક્સપ્રેસ રદ્દ, અમદાવાદ- બાંદ્રા લોકશક્તિ એક્સપ્રેસ રદ્દ, અમદાવાદ - બાંદ્રા ગુજરાત મેલ રદ્દ, બાંદ્રા - જોધપુર સુર્યનગરી એક્સપ્રેસ રદ્દ બાંદ્રા - ભુજ એક્સપ્રેસ રદ્દ, બાંદ્રા - ઉદેપુર એક્સપ્રેસ રદ્દ, અમદાવાદ મુંબઈ વચ્ચેની 26 ટ્રેન રદ્દ કરવામાં આવી છે. પોરબંદર -બાંદ્રા એક્સપ્રેસ રદ્દ. બાંદ્રા જામનગર એક્સપ્રેસ રદ્દ. મુંબઈ-અમદાવાદ એક્સપ્રેસ રદ્દ, દાદર-ભુજ એક્સપ્રેસ રદ્દ, બાંદ્રા-બિકાનેર એક્સપ્રેસ રદ્દ, મુંબઈ-ઇન્દોર એક્સપ્રેસ રદ્દ, મુંબઈ-જયપુર એક્સપ્રેસ રદ્દ, બાંદ્રા-અમદાવાદ એક્સપ્રેસ રદ્દ, મુંબઇ-ઓખા એક્સપ્રેસ રદ્દ, મુંબઇ-રાજકોટ એક્સપ્રેસ રદ્દ, બાંદ્ર- ભાવનગર એક્સપ્રેસ રદ્દ, મુંબઈ-અમદાવાદ એક્સપ્રેસ રદ્દ, મુંબઈ-વડોદરા એક્સપ્રેસ રદ્દ, મુંબઈ- પોરબંદર એક્સપ્રેસ, અમદાવાદ-કોલ્હાપુર એક્સપ્રેસ રદ્દ, અમદાવાદ-મુંબઈ એક્સપ્રેસ રદ્દ, રાજકોટ-મુંબઈ એક્સપ્રેસ રદ્દ, ભાવનગર-બાંદ્રા એક્સપ્રેસ, બાંદ્રા-જોધપુર એક્સપ્રેસ રદ્દ, બાંદ્રા ભુજ એક્સપ્રેસ રદ્દ, બાંદ્રા-ઉદયપુર એક્સપ્રેસ રદ્દ.