આજે સ્મૃતિ ઈરાની ગુજરાતના કેવડિયા ખાતે રાજ્યો/સંઘ પ્રદેશોની રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે

મંગળવાર, 31 ઑગસ્ટ 2021 (09:16 IST)
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે જેમાં મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી ડૉ. મહેન્દ્રભાઇ મુંજાપરા ઉપસ્થિત રહેશે અને  વિવિધ રાજ્યોના પ્રધાનો અને રાજ્યો/સંઘ પ્રદેશોના મહિલા બાળ વિકાસ વિભાગ/સમાજ કલ્યાણ વિભાગોના વધારાના મુખ્ય સચિવો/અગ્ર સચિવો આ પરિષદમાં ભાગ લેશે.
 
મુખ્ય કાર્યક્રમ 31મી ઑગસ્ટ 2021ના રોજ સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે ભારતના લોહપુરુષ, મહાન દ્રષ્ટા સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ સાથે શરૂ થશે. ત્યારબાદ, દરેક રાજ્યના પોષણયુક્ત રોપાનું વાવેતર રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રીઓ દ્વારા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની રજૂઆત તરીકે કરાશે. આનાથી સમગ્ર દેશમાં પોષણ વાટિકાઓ/ન્યુટ્રી ગાર્ડન્સના વાવેતરને ઉત્તેજન મળશે.
 
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઝુબિન ઈરાની એ દિવસે બાદમાં એમનું ચાવીરૂપ સંબોધન કરશે, સમગ્ર ભારતમાં મહિલા અને બાળકોનાં ભવિષ્ય માટે એમની દ્રષ્ટિ રજૂ કરશે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી ડૉ. મુંજાપુરા મહેન્દ્રભાઇ પણ મેળાવડાને સંબોધન કરશે.
 
આ પરિષદ રાજ્યો/સંઘ પ્રદેશોનાં પડકારો અને અપેક્ષાઓ પર ધ્યાન કેન્દ્રીત કરીને ત્રણેય મિશનોના પ્રત્યેક મિશન પર પ્રેઝન્ટેશન પર ધ્યાન કેન્દ્રિત કરશે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા આવા દરેક પ્રેઝન્ટેશન બાદ રાજ્યો/સંઘ પ્રદેશોના પ્રતિનિધિઓની સાથે પ્રતિભાવો અને ઇન્ટરએક્ટિવ સત્ર યોજાશે. આ ઉપરાંત, બાળકોના અધિકારો અને મહિલા સશક્તિકરણ પર વ્યાપક રીતે કાર્ય કરતા એનસીપીસીઆર અને એનસીડબલ્યુનાં ચેર પર્સન્સને પણ મહત્વના મુદ્દાઓ પર એમનાં મંતવ્યો જણાવવા માટે બોલવા આમંત્રિત કરાયા છે. આ પરિષદમાં મહિલા અને બાળકો સંબંધી વૈશ્વિક સૂચકાંકો અંગે એક પ્રેઝન્ટેશન પણ કરવામાં આવશે.
 
રાજ્યો/સંઘ પ્રદેશો સાથેની આ પરિષદ આપણા સમવાયી માળખાની ખરી ભાવનાનું પ્રતિબિંબ પાડે છે અને દેશની મહિલાઓ અને બાળકોનાં વિકાસ અને કલ્યાણ માટે સંકલિત અને કેન્દ્રવર્તી પ્રયાસોમાં પરિણમશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર