રાજુલાના ચારનાળા રોડ પર સર્જાયેલા અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના મોત

શનિવાર, 24 જુલાઈ 2021 (18:02 IST)
અમરેલી-રાજુલાના ચારનાળા રોડ પર સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે.  બાઈક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા છે. જેમાં એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત થયાં છે. આ અકસ્માતમાં માતા-પિતા અને પુત્રનાં મોત થતાં સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ છે.. મૃતક લોકો રાજુલાના ચોત્રા ગામના રહીશો છે. પંથકમાં અકસ્માતની જાણ થતા પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી પર પહોંચ્યા હતા અને પરિવારના સભ્યોને સાંત્વના આપી હતી. પોલીસે પણ સમગ્ર અકસ્માતની તપાસ હાથ ધરી છે. 
 
બાઇકચાલક રાજુલાથી તેમના ઘરે ચોત્રા ગામ જતો હતો. બાઇકચાલક પુત્ર અને માતા-પિતા બાઇકસવાર જઇ રહ્યાં હતાં. એ દરમિયાન અચાનક ટ્રકે પાછળથી તેમને અડફેટે લેતાં ત્રણેય વ્યક્તિનાં ઘટનાસ્થળે કમકમાટીભર્યાં મોત થયાં હતાં.
 
પોલીસે મૃતક પિતા જગુભાઈ વિનુભાઈ વાઘેલા (ઉંમર 28) માતા જયશ્રીબેન જગુભાઈ (ઉંમર 26) અને પુત્ર અલ્પેશ જગુભાઈ (ઉંમર 2) એમ ત્રણે મૃતકોના મૃતદેહો 108 દ્વારા રાજુલા હોસ્પિટલમાં ખસેડાયા હતા અને પી.એમ. માટે કાર્યવાહી હાથ ધરી છે, જ્યાં મૃતકોના સંબંધીઓ પણ બહોળી સંખ્યામાં પહોંચ્યા હતા

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર