આપણે બધા જીવનમાં ક્યારેક ને કયારેક વજન ઓછુ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ વજન ઘટાડવુ સહેલુ નથી. શરઈરની વધારાની ચરબી ઓછી કરવા માટે પૂરતો સમય, ધેર્ય, સમર્પણ અને સ્વસ્થ જીવન શૈલીની જરૂર હોય છે. પણ જો અમે કહીએ કે હવે સૂતી વખતે પણ તમે વજન ઓછુ કરી શકો છો તો શુ તમે માનશો. જી હા યૂનિવર્સિટી ઓફ ત્સુકાબા(Tsukaba)ના એક નવા અભ્યાસ મુજબ ઓલોંગ ટીનુ સેવન કરવાથી તમારુ વજન ઘટી શકે છે.
શુ કહે સ્ટડી
ઓલોંગ ટી ગ્રીન ટી ની જેમ જ લાભકારી છે. આ મેટાબોલિજ્મ પર સકારાત્મક પ્રભાવ નાખે છે. માનવ શરીરમાં એનર્જી અને ફૈટ મેટાબોલિજ્મ પર ઓલોંગ ટી પીવાનુ પરિણામ જાણવાનો અભ્યાસ કર્યો. સ્ટડીના રિજલ્ટનો જર્નલ, ન્યૂટ્રિએંટ્સમાં પ્રકાશિત કરવામાં આવ્યો. સ્ટડીમાં 20 થી 56 વર્ષના 12 લોકોને સામેલ કરવામાં આવ્યો. બે અઠવાડિયા ચાલનારા અભ્યાસમાં પ્રતિભાગીઓના 3 સમૂહોમાં વહેંચીને ઓલોગ ટી, કૈફીન અને પ્લેસિબો જેવા પીણા પીવા માટે આપવામાં આવ્યા
તમે આ ચાને દિવસમાં 2-3 વાર પી શકો છો. પણ વજન ઘટાડવાના ચક્કરમાં તેને બિલકુલ પણ અતિ ન કરો. નહી તો તમને ચિંતા, નિર્જલીકરણ, અનિદ્રા, હ્રદયગતિમાં વૃદ્ધિ, અવસાદ, સતત પેશાબ, પેટ ખરાબ થવુ, ઉલટી, માથાનો દુખાવો, કિડનીમાં પથરી, એલર્જી, ગ્લુકોમા અને એનીમિયા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
- હ્રદયરોગ અને તેને કારણે થતા મોતનો ખતરો ઘટે છે.
- ઓલોંગ ટી પણ સ્તન કેંસરની કોશિકા વૃદ્ધિને રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.