સુરતમાં રિવર્સ આવતી સ્કૂલ બસે મહિલાને કચડી નાખી, જુઓ લાઇવ દ્રશ્યો

શનિવાર, 9 જુલાઈ 2022 (13:48 IST)
રાજ્યમાં અકસ્માતના બનાવ દિન પ્રતિદિન વધતા જાય છે ત્યારે સુરતમાંથી જે અકસ્માતના દ્રશ્યો સામે આવ્યા છે જેને જોઈને રૂંવાડા ઉભા થઇ જશે. આ અકસ્માતના દ્રશ્યો મુજબ સોસાયટીની અંદરના રોડ પર જ મહિલા અકસ્માતનો ભોગ બની હતી. જેમાં કઇ વાંક વગર સ્કૂલ બસ એ મહિલાને કચડી નાખી હતી.
 
સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી વ્હાઈટ હાઉસ રેસિડેન્સીમાં રહેતી મહિલાને સ્કૂલ બસે અડફેટે લીધી હતી. મહિલા દુકાને સામાન ખરીદવા જઈ રહી હતી તે દરમિયાન રિવર્સમાં આવતી સ્કૂલ બસ તેની ઉપર ફરી વળી હતી. મહિલા નીચે પડી ગયા બાદ સ્કૂલ બસ સાથે ઘસડાઈ હતી. બાદમાં મહિલાના પગ પરથી આગળનું ટાયર ફરી વળ્યું હતું. જેથી પગના થાપા અને પાસળીઓમાં ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. બીજી તરફ બસ ચાલક સામે ફરિયાદ નોંધી અમરોલી પોલીસ તપાસ હાથ ધરી છે.
 
મોટા વરાછા ખાતે આવેલા પનવેલ પોઈન્ટ પાસે વ્હાઈટ હાઉસ રેસીડેન્સીમાં રહેતા નીતાબેન રજનીભાઈ ધનજીભાઈ સખરેલીયા(ઉ.વ.આ.42)ના ઘરેથી દુકાને પાઉં લેવા માટે ગયા હતાં. તે દરમિયાન પાર્કિંગમાંથી બહાર નીકળતી આશાદીપ સ્કૂલની બસ નંબર જીજે 06 એએક્સ 0198ના ડ્રાઈવરે તેની બસ રિવર્સમાં પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મહિલાને ટ્કકર મારી હતી. બાદમાં થોડે દૂર સુધી મહિલાને ઢસડી હતી.
 
મહિલા બસની ટક્કરથી પડી ગયા બાદ બસનું ટાયર મહિલા ઉપર ફળી વળતા મહિલાને થાપાના વચ્ચેના ભાગે ફ્રેક્ચર થયું હતુ. તથા જમણી બાજુની એક પાસળી અને ડાબી બાજુની સાત પાસળીના ભાગે તથા શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ લોકો એકઠા થઈ ગયા હતાં. બાદમાં મહિલાને સારવાર માટે ખસેડી બસ ચાલક સામે અમરોલી પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર