કેન્દ્રીય ગૃહમંત્રીએ તિરંગા યાત્રા શરૂ કરાવી, અમિત શાહે કહ્યું, દરેક જગ્યાએ તિરંગો હોવો જોઈએ

મંગળવાર, 13 ઑગસ્ટ 2024 (19:06 IST)
tiranga yatra
સ્વતંત્રતા પર્વની ઉજવણી પહેલા રાજ્યના ચાર મહાનગરોમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે  અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વિરાટનગરથી લઈ નિકોલ ખોડિયાર મંદિર સુધી ત્રણ કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાઈ છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા તિરંગા યાત્રાની શરૂઆત કરાવવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિરાટનગરથી ખુલ્લી જીપની જગ્યાએ ચાલતા ચાલતા તિરંગા યાત્રામાં જોડાયા છે. તેમણે ચાલતા ચાલતાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.તિરંગા યાત્રામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે કિલોમીટર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્રણ કિલોમીટર સુધી યાત્રામાં ચાલતા જોડાયા હતા.
 
વડાપ્રધાન મોદીએ હર ઘર તિરંગા યાત્રાને પ્રેરણા આપી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે યાત્રાનું પ્રસ્થાન કરાવતા પહેલા સંબોધનમાં જણાવ્યું હતું કે, આ તિરંગા યાત્રા યુવાનોમાં ઉર્જા ભરવાનું કામ કરે છે. 15 ઓગસ્ટે 78મા વર્ષમાં પ્રવેશ કરીશું. ગુજરાતમાં એક પણ જગ્યાએ એવી ના હોવી જોઈએ કે જ્યાં તિરંગો ન લેહરાયો હોય. દેશભક્તિના વાતાવરણ માટે આ તિરંગા યાત્રાની શરૂઆત થઈ છે. વડાપ્રધાને આઝાદી કા અમૃત મહોત્સવની શરૂઆત કરી હતી. ભારતને સમગ્ર વિશ્વમાં દરેક ક્ષેત્રમાં નંબર 1 બનાવવા આ અમૃત મહોત્સવ યોજ્યો હતો. આ સંકલ્પને યાદ કરાવવા દર 15 ઓગસ્ટે હર ઘર તિરંગા અભિયાનની શરુઆત કરવામાં આવી છે.75થી 100 વર્ષની યાત્રા ભારતને વિશ્વમાં નંબર 1 બનાવવા નો પુરુષાર્થ માટેનો સમય છે.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ હર ઘર તિરંગા યાત્રાને પ્રેરણા આપી છે. વિકસિત ભારત માટે કર્તવ્યબદ્ધ થવાનું છે. તિરંગા યાત્રા દ્વારા દેશને વિકાસ પથ પર આગળ લઈ જવાનું છે.
 
મોટી સંખ્યામાં લોકો તિરંગા યાત્રા જોવા માટે આવ્યા 
અમદાવાદમાં તિરંગા યાત્રા જોવા માટે લોકો ઉમટી પડ્યા હતાં. લોકોએ સમગ્ર રૂટ પર ફૂલો વરસાવી સન્માન કર્યું હતું.  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બંને તિરંગા યાત્રામાં ચાલતા ચાલતાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. છે. રોડની બંને તરફ ઉભેલા લોકોને તેઓ મળી રહ્યા છે.લોકોએ આર્મીના જવાનો અને પોલીસકર્મી તેમજ ફાયર બ્રિગેડના જવાનો પર ફૂલો વરસાવી તેમનું સન્માન કર્યું છે.તિરંગા યાત્રામાં લોકોનો ઉત્સાહ ખૂબ જોવા મળ્યો. રોડની બંને તરફ મોટી સંખ્યામાં લોકો તિરંગા યાત્રા જોવા માટે આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર