ગુજરાતમાં ભારે વાહનોના અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સુરેન્દ્રનગરમાં 30 મુસાફરો ભરેલી એસ.ટી બસ ખાડામાં ખાબકતાં 20થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. સદનસીબે આ ઘટનામાં કોઇનું મૃત્યુ નથી થયું. હાલ તમામ ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. તમામ ઇજાગ્રસ્તોને સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને આગળની તપાસ પોલીસ કરી રહી છે.
બસના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો
લોકોના ટોળેટોળા અને 108 એમ્બ્યુલન્સ વાનના કાફલાના કારણે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે બે કલાકની ભારે જહેમત બાદ હાઈવે પર ટ્રાફિક પુન: કાર્યરત કરવામાં આવ્યો હતો. હાઈવે પર સામે કોઈ વાહન આવી જતા બસના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા બસ રોડ નીચે ઉતરીને પલટી ખાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.તમામ ઇજાગ્રસ્તોને સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને આગળની તપાસ પોલીસ કરી રહી છે.