'અલ્ટ્રોસ' નામના લકઝુરિયસ ક્રૂઝ અંતિમ પડાવ માટે અલંગમાં આવ્યુ

શનિવાર, 31 જુલાઈ 2021 (14:20 IST)
1973માં ફ્રિનલેન્ડમાં નિર્માણ પામેલ 'અલ્ટ્રોસ' નામના લકઝુરિયસ ક્રૂઝ અલંગમાં લાંબા સમય બાદ બ્રેકિંગ માટે આવ્યું  10 માળનું અલ્ટ્રોસ' ક્રૂઝ પેસેન્જર જહાજ હજારો માઈલોનું અંતર કાપ્યા બાદ તેના અંતિમ પડાવ ખાતે આવી પહોંચ્યું છે. આ લકઝુરિયસ ક્રૂઝ દરિયામાં અનેક સફરો ખેડ્યા બાદ હવે અંગલ શિપયાર્ડમાં આવી  છે જ્યાં તેની અંતિમ સફર પુરી થઈ રહી છે. 
 
લાંબા સમય બાદ અલંગમાં પેસેન્જર શિપ બ્રેકિંગ માટે આવતાં આ ક્રૂઝ લોકાર્ષણનું કેન્દ્ર બન્યું છે. અલંગમાં શિપબ્રેકિંગ સાથે જોડાયેલા વ્યવસાયકારોમાં પણ આ ક્રૂઝે ખાસ્સી ઉત્સુકતા જગાવી છે.  10 માળના આ અલ્ટ્રોસ ક્રૂઝ જહાજ પર દરેક માળે વિવિધ સુવિધાઓ જોવા મળે છે, ક્રૂઝમાં 900 મુસાફરો અને 300 ક્રૂ-મેમ્બરો મુસાફરી કરી શકે  છે ક્રૂઝ પરની સુવિધાઓ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર સમાન બની રહે છે.ક્રૂઝમાં 420 સ્ટેટ કક્ષાની કેબિનો આવેલી છે. આ જહાજમાં કુલ 10 માળ આવેલા છે. દરેક માળ પર મુસાફરો માટે અલગ અલગ સુવિધાઓ આવેલી છે. લક્ઝુરિયસ રેસ્ટરોરાં, સિનેમા, સ્વિમિંગ પૂલ, 2 ડાઇનિંગ રૂમ, 6 લાઉન્જ બાર, સ્પા, સલૂન, કેસિનો, બૂટિક, જિમ સહિતની અનેક સવલતો આવેલી છે.   છેલ્લા 9 માસમાં 9મું ક્રૂઝ અલંગની અંતિમ સફરે આવી પહોંચ્યું છે. અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.120માં અલ્ટ્રોસ નામનું 10 માળનું લકઝુરિયસ ક્રૂઝ જહાજ ભંગાવવા માટે બીચ થયું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર