સુરતમાં એક અઠવાડિયામાં ત્રીજી હત્યાની ઘટના, સુરત બન્યું ક્રાઇમ સિટી

રવિવાર, 13 ફેબ્રુઆરી 2022 (11:42 IST)
રાજ્યમાં સતત ક્રાઇમ રેટ વધતો જાય છે. રાજ્યના મોટા શહેરોમાં સતત ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે. મોટા શહેરો ક્રાઇમ સિટી બનતા જાય છે. તાજેતરમાં જ સુરત શહેરમાં આવો કિસ્સો જોવા મળ્યો છે. , શહેરમાં હાલમાં એક એવી હત્યાનો કિસ્સો સામે આવ્યો છે જેણે ભારે ચર્ચા જગાવી છે. શહેરનાં રાંદેર વિસ્તારમાંથી એક મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. આ મહિલાની હત્યા કર્યા બાદ તેની ઓળખ છુપાવવાં તેનાં ચહેરા પર એસિડ નાંખવામાં આવ્યું હતું.
 
પોલીસે આ મામલે ગુનો નોંધીને કેસ દાખલ કર્યો છે. અને મહિલાની ઓળખ માટે શોધખોળ શરૂ કરી દીધી છે. છેલ્લા ૨૪ કલાકમાં સુરતના પાંડેસરા વરાછા બાદ મોડી રાત્રે રાંદેર વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી જોકે એક અઠવાડિયામાં રાંદેરમાં આ ત્રીજી હત્યાની ઘટના સામે આવી છે.
 
રાંદેર વિસ્તારમાં આવેલા રામનગરના પાકિસ્તાની મૂળની એક મહિલાની ડીકમ્પોઝ હાલતમાં લાશ મળી આવી હતી જાેકે આ મહિલાની ઓળખ છુપાવવા માટે તેના મોઢા પર એસિડ જેવું પદાર્થ નાખી દેવામાં આવ્યો તો. ચાર દિવસ પહેલાં મહિલાની હત્યા કરી લાશને નાખી દેવામાં આવી હોય તેવું પોલીસને પ્રાથમિક તપાસમાં નજર આવી રહ્યું છે.
 
મહિલાની ઓળખ કરી રહેલી ભળતી ઘટનાની જાણ થતાં રાંદેર પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આ મામલે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો ખાસ કરીને આ મહિલાની લાશની ઓળખ કરવી મુશ્કેલ હતી જેને લઇને પોલીસે મોડી રાત્રે તેમની મદદ સાથે મહિલાની મૃતદેહને પીએમ માટે મોકલ્યો હતો.
 
પીએમ રિપોર્ટ બાદ જ આ મહિલા વિશેની વધુ વિગતો સામે આવશે હાલ પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે ત્યારે એકાદ અઠવાડિયામાં દસમી હત્યાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ડર અને ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર