Gujarat Board SSC Result 2022- આ તારીખ સુધી જાહેર થશે ધોરણ 10 SSC બોર્ડનું રિઝલ્ટ

ગુરુવાર, 5 મે 2022 (15:49 IST)
Gujarat Board SSC Result 2022:ગુજરાત બોર્ડ, GSEB દ્વારા 10મા ધોરણનું પરિણામ જૂનના મધ્ય સુધીમાં જાહેર કરી શકાશે. જોકે, બોર્ડે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર 15 જૂન સુધીમાં પરિણામ જાહેર થઈ શકે છે. આવી સ્થિતિમાં, વિદ્યાર્થીઓએ પરિણામ સંબંધિત અપડેટ્સ માટે બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org ની મુલાકાત લેતા રહેવું જોઈએ.
 
ઉલ્લેખનીય છે કે ગુજરાત બોર્ડ 10ની પરીક્ષા 28 માર્ચથી 9 એપ્રિલ 2022 દરમિયાન લેવામાં આવી હતી. જેના માટે રાજ્યભરમાં 2500 જેટલા પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા હતા.
 
અગાઉ વર્ષ 2021માં પણ ગુજરાતનું ધોરણ 10નું પરિણામ 30 જૂને જાહેર થયું હતું. તમને જણાવી દઈએ કે દર વર્ષે ગુજરાત બોર્ડ 10માની પરીક્ષામાં લગભગ 10 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. બીજી તરફ ગુજરાત બોર્ડ 12મા સાયન્સનું પરિણામ પણ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ 12મા સાયન્સની મુલ્યાંકન પ્રક્રિયા પુરી થવા જઈ રહી છે અને મેના અંત સુધીમાં પરિણામ જાહેર થઈ શકે છે. આ અંગે વધુ માહિતી બોર્ડની અધિકૃત વેબસાઈટ પરથી મેળવી શકાશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર