રેમડેસિવીરનું ઉત્પાદન કરનારા પ્લાન્ટ્સની સંખ્યા પણ ત્રણ ગણી થઈ

મંગળવાર, 4 મે 2021 (20:06 IST)
દેશમાં રેમડેસિવીરનું ઉત્પાદન ઝડપભેર વધી રહ્યું છે. થોડા જ દિવસોમાં, ભારતે રેમડેસિવીરની ઉત્પાદન ક્ષમતા 3 ગણી પ્રાપ્ત કરી લીધી છે અને ટૂંક સમયમાં જ વધતી માગને સંપન્ન કરવા માટે સક્ષમ બની જશે. આ અંગેની ઘોષણા આજે કેન્દ્રીય રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કરી હતી.

 
માગમાં થઈ રહેલા વધારાની સ્થિતિમાં,  12 એપ્રિલ, 2021ના રોજ રેમડેસિવીરનું ઉત્પાદન કરતા પ્લાન્ટ્સની સંખ્યા 20 હતી તે 4 મે, 2021 સુધીમાં વધીને 57 પ્લાન્ટસ જેટલી થઈ ગઈ છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર