કોહલી-શાસ્ત્રીની જોડી આજે છેલ્લીવાર એકસાથે મેદાનમાં જોવા મળશે

સોમવાર, 8 નવેમ્બર 2021 (20:02 IST)
ભારત અને નામીબિયા ટીમે આઈસીસી ટી20 વિશ્વકપ 2021માં સોમવારે આમને-સામને હશે. વિરાટ આ મેચમાં છેલ્લીવાર કેપ્ટનશિપ કરતો જોવા મળશે જ્યારે શાસ્ત્રી કોચના રૂપમાં છેલ્લીવાર જોવા મળશે. ટીમ ઈન્ડિયા માટે નામીબિયા વિરુદ્ધ મેચ માત્ર એક ઔપચારિકતા છે. અફઘાનિસ્તાનની ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ હાર બાદ ભારતીય ટીમની સેમીફાઇનલમાં પહોંચવાની આશા ખતમ થઈ ગઈ છે. 
 
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને હેડ કોચ રવિ શાસ્ત્રી ની જોડી સોમવારે છેલ્લીવાર એક સાથે મેદાન પર જોવા મળશે.  ઉલ્લેખનીય છે કે કોહલી પહેલા જાહેરાત કરી ચુક્યો છે કે તે ટી20 વિશ્વકપ બાદ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રહેશે નહીં જ્યારે શાસ્ત્રીનો કોચ તરીકેનો કાર્યકાળ વિશ્વકપ બાદ ખતમ થઈ જશે.  ભારતનું હાલના ટી20 વિશ્વકપમાં પ્રદર્શન આશા પ્રમાણે રહ્યું નથી. કોહલી કેપ્ટન તરીકે અને શાસ્ત્રી કોચ તરીકે લગભગ 4 વર્ષથી એક સાથે કામ કરી રહ્યા હતા. આમ તો શાસ્ત્રી પ્રથમવાર ટીમ ઈન્ડિયાની સાથે 2014માં ડાયરેક્ટર તરીકે જોડાયા હતા. વર્ષ 2017માં શાસ્ત્રીને ટીમ ઈન્ડિયાના ફુલ ટાઇમ કોચ બનાવવામાં આવ્યા હતા
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર