દ્વારકા મંદિરનો ધ્વજાદંડ તૂટ્યો- દ્વારકાના જગતમંદિર પર 13 જુલાઈ 2021ને મંગળવારે કડાકાભડાકા સાથે પડેલા વરસાદમાં આકાશી વીજળી પડી હતી, જેમાં મંદિરની ધ્વજા અને દંડની પાટલીને નુકસાન પહોંચ્યું હતું. ત્યારે આ ઘટનાના બે વર્ષ બાદ આજરોજ 29 જુલાઈ 2023, એટલે કે બે વર્ષમાં બીજીવાર ધ્વજાદંડને નુકસાન પહોંચ્યું છે. એને કારણે વૈકલ્પિક જગ્યાએ ધ્વજારોહણ કરાયું છે.
આ બનાવવી જાણ થતાં દ્વારકા દેવસ્થાન સમિતિના વહીવટી અઘિકારી દ્વારકા પ્રાંત એન.ડી. ભેટારિયા દ્વારા તપાસ હાથ ધરી અને જણાવ્યું હતું કે આજે બપોર બાદ વીજળી પડવાથી જગત મંદિરનાં મુખ્ય શિખર ઉપર ધ્વજા જીમાં દંડ સાથે ચડવામાં આવેલી ધ્વજા જીને સામાન્ય નુકશાન થયું અને ધ્વજા જી ફાટી ગયા છે. માટે આગામી થોડા દિવસો દરમિયાન ભગવાન દ્વારકાધીશને ચડવામાં આવતી ધ્વજા જી દંડની નીચે ફરકાવવામાં આવશે એટલે કે અડધી કાઠીએ દ્વારકાધીશના મંદિરના શિખર પર ધ્વજા જી આવશે.