રેમડેસીવીર ઈન્જેકશન મામલે સૌથી મોટા સમાચાર, હવે આ લોકોને પણ મળશે ઈન્જેકશન

ગુરુવાર, 15 એપ્રિલ 2021 (19:47 IST)
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાત્રતા ધરાવતા કોરોનાના દર્દીઓ માટે રેમડેસિવીર ઇજેક્શનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. એ. એમ. સી. એ અમદાવાદની કોઈપણ હોસ્પિટલમાં કોરોનાના પાત્રતા ધરાવતા દદીઓને આ ઇજેક્શન આપવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોપીરેશન પાત્રતા ધરાવતા કોરોના પોઝિટિવ દદીઓ કે જેઓ હોમ આઈસોલેશનમાં છે તેમને પણ અમદાવાદ હોસ્પિટલ અને નાસિગ એસોસિએશન તથા હોસ્પિટલ દ્વારા રે મડેસિવીર ઇજેક્શન આપશે. જેથી તેનું રજિસ્ટર્ડ મેડિકલ પે ટિશનરીની દેખરેખ હેઠળ સંચાલન કરી શકાય.
 
15મી એપ્રિલ સુધીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા જરૂરી ખાનગી હોસ્પિટલો અને નર્સિંગ હોમમાં વિતરણ કરવામાં આવ્યું છે. રેમડેસીવીર ઇંજેક્શન કોવિડ 19 દર્દીઓને મળી રહે તે માટે નીચે મુજબની વ્યવસ્થા કરવામાં આવી છે. 
 
1. તમામ ડેઝીગ્નેટેડ કોવિડ હોસ્પિટલો, ડેડીકેટેડ કોવિડ આરોગ્ય કેન્દ્રો (નર્સિંગ હોમ્સ) અને કોવિડ કેર સેન્ટર્સ ડોરસ્ટેપ ડિલિવરી મળશે.
2. એ.એન.એચ.એના રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર્સ દ્રારા સંભાળ લેવામાં આવતા બધા હોમ આઇસોલેશનવાળા દર્દીઓ એ.એન.એચ.એ દ્રારા મેળવશે.
3. માન્ય સી ફોર્મ ધરાવતી તમામ ખાનગી હોસ્પિટલોએ તેઓની જરૂરિયાત જરૂરી દસ્તાવેજો સાથે મોકલવાની રહેશે. 
 
હોસ્પિટલોએ ફક્ત એ.એમ.સી તરફથી કન્ફર્મેશન ઇમેલ મેળવ્યા પછી નિયત સમય અને તારીખે માન્ય ડોઝ લેવા માટે તેમના પ્રતિનિધિને મોકલવાના રહેશે. હોસ્પિટલના પ્રતિનિધિને પુરતા દસ્તાવેજો વિના, કન્ફર્મેશન મેળવ્યા વિના અને વ્યક્તિગત દર્દીઓએ ઇંજેક્શન મેળવવા ન આવવું નહી. 
 
વિતરણ સ્થળો- એટ્રીયમ, એસી.વી.પી હોસ્પિટલ, એલીસબ્રિજ
જી.એમ.એસ.સી.એલ તરફથી જ્યાં સુધી સ્ટોક હશે ત્યાં સુધી ઇંજેક્શન વિતરણ કરવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર