Khambhat Violence - ખંભાતમાં રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો કરીને 3 મૌલવી અને અન્ય બે શખસે હિંસા ફેલાવવાનું ષડયંત્ર ઘડ્યું હતું

બુધવાર, 13 એપ્રિલ 2022 (14:54 IST)
આણંદ જિલ્લાના સંવેદનશીલ તાલુકા ખંભાતમાં રવિવારે બપોરે રામનવમી નિમિત્તે યોજાયેલી શોભાયાત્રા પર અજાણ્યા શખસોએ પથ્થરમારો કર્યો હતો. બંને ટોળાંમાંથી સામસામો પથ્થરમારો થતાં અને કેટલાંક તોફાની તત્ત્વોએ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બે દુકાન અને બે ચપ્પલની લારી, એક મકાનમાં આગચંપી, તોડફોડ કરતાં સમગ્ર શહેરમાં તંગદિલી વ્યાપી ગઈ હતી. બનાવને પગલે જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને ટોળાંને કાબૂમાં લેવા પાંચ ટિયરગેસના શેલ છોડ્યા હતા.

સમગ્ર બનાવમાં પોલીસ જવાનો સહિત પંદરથી વધુ લોકોને ઈજા પહોંચી હતી, જ્યારે એકનું મોત નીપજ્યું હતું. આ હિંસામાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન કનેક્શનની પણ તપાસ કરવામાં આવી રહી છે.આણંદના ખંભાતમાં જૂથ અથડામણના મામલે પથ્થરમારામાં એક વ્યક્તિનું મોત થયુ હતુ. તેમજ પોલીસે 3 મૌલવી સહિત 5 શખ્સોની અટકાયત કરી છે. તથા પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું છે. જેમાં સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હાલ ખંભાતમાં સપૂર્ણ શાંતિપૂર્ણ માહોલ છે.ખંભાત જૂથ અથડમણ મામલે 5 જેટલા આરોપીને ડીટેન કરાયા છે. જેમાં ડીટેન કરાયેલ આરોપીઓમાં 3 મોલવીની પણ અટકાયત કરાઈ છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં રામનવમી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે પાવન પર્વે ગુજરાતમાં બે ઠેકાણે શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો હતો. જેમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા તેમજ ખંભાતમાં પથ્થરમારાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે બન્ને ઠેકાણે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી હતી

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર