ઉત્તરી ગુજરાતના મેહસાણામાં કક્ષા 12માના એક 17 વર્ષીય દલિત છાત્રનો અભ્યાસ સામે આવી છે. કથિત રૂપમાં 18 માર્ચની બપોરે બે લોકોએ વિદ્યાર્થીને ઝાડ સાથે બાંધી દીધો નએ નિર્દયતાપૂર્વક તેને ઢોર માર માર્યો. વિદ્યાર્થીને માર માર્યા પછી તેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ તસ્વીરોમાં તેના શરીર પર મારના નિશાન છે. બીજી બાજુ લોકસભા ચૂંટણીના પહેલા થયેલ આ ઘટનાથી દલિત ગુસ્સામાં છે.
પીડિતની એક એફઆઈઆરમાં નોધાયેલ નિવેદન મુજબ,"હુ લગભગ 1 વાગ્યે બસ દ્વારા ધિનોજ ગામમાં આવેલ પરીક્ષા કેન્દ્ર સાર્વાનિક વિદ્યા મંદિર હાઈસ્કુલ પહોંચ્યો. યારે હુ પરીક્ષા કેંન્દ્રની બહાર રાહ જોઈ રહ્યો હતો ત્યારે રમેશ સિંહ, જેને હુ ચેહરાથી ઓળખુ છુ અને એ સ્ટેટ ટ્રાંસપોર્ટમાં બસ કંડક્ટર છે. મારી પાસે આવ્યો, તેણે કહ્યુ કે તેને મારાથી કંઈક કામ છે અને પોતાની સાથે આવવા માટે કહ્યુ. તે મને એક બીજા માણસ પાસે લઈ ગયો એ બાઈક પર રાહ જોઈ રહ્યો હતો. બંને મને નિકટના ગામના ખેતરમાં લઈ ગયા.