સુરતમાં પિતાના બળાત્કારનો ભોગ બનેલી કિશોરીએ બાળકને જન્મ આપ્યો

મંગળવાર, 21 ઑગસ્ટ 2018 (12:23 IST)
માત્ર 12 વર્ષની ઉમંરની એક કિશોરીએ સોમવારે સુરત સિવિલમાં બાળકને જન્મ આપ્યો હતો.પોતાના સગા બાપે  આ નાનકડી ફુલ જેવી બાળકી સાથે બળાત્કાર કર્યો હતો જેને કારણે 12 વર્ષની બાળા ગર્ભવતી બની હતી અને તેણીને સોમવારે બાળક અવતર્યો હતો. સુરતના ફુલપાડામાં રહેતી એક 12 વર્ષની કિશોરી 8મા ધોરણમાં ભણતી હતી અને તેના માતા પિતાએ છુટાછેડા લીધા હતા. માતા સુરતમાં રહેતી હતી અને પિતા વ્યારા રહેતો હતો. વેકેશનમાં કે રજામાં આ બાળકી વ્યારા પિતાને મળવા જતી હતી ત્યારે નરાધમ પિતા નિર્દોષ બાળા સાથે સંભોગ માણતો હતો. માતાને શંકા જતા કાકરાપાર પોલીસ સ્ટેશનમાં  પિતા સામે બળાત્કારની ફરિયાદ કરવામાં આવી હતી.તે પછી  ફરિયાદ સોનગઢ પોલીસમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. બળાત્કાર કરનાર નરાધમ પિતા ત્યારનો ફરાર છે. પિતાના કુકર્મનો ભોગ બનેલી યુવતીએ સોમવારે સુરત સિવિલ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર