Big Breking - આપ પાર્ટીને વધુ એક ઝટકો, વિજય સુવાળા પછી હવે ઉદ્યોગપતિ મહેશ સવાણીએ પણ છોડી આમ આદમી પાર્ટી

સોમવાર, 17 જાન્યુઆરી 2022 (19:09 IST)
ગુજરાત વિધાનસભા 2022ની ચૂટણી પહેલા જ ગુજરાતની આમ આદમી પાર્ટીને એક પછી એક મોટો ઝટકો લાગી રહ્યો છે.  આજે સવારે જ ગુજરાતના ગાયક વિજય સુવાળાએ પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા અને હવે એકાએક સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીએ પણ આમ આદમી પાર્ટી છોડીને રાજનીતિમાંથી સંન્યાસ લઈ લીધો છે. મહેશ સવાણીએ કહ્યું હતું કે, આપમાંથી નિવૃત્ત થવાની જાહેરાત કરું છું, હું હવે આમ આદમી પાર્ટીમાં નથી. હું રાજનીતિનો નહીં પણ સેવાનો માણસ છું, મને કોઈ હોદ્દાનો મોહ નથી. હવે હું સેવા સાથે જ જોડાઈશ.

ગુજરાતમાં આગામી થોડા મહિનાઓ બાદ વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે દરેક પક્ષ પોતે મજબૂત થવા કોઇ ને કોઇ પ્રયાસ કરી રહ્યા છે. એવા સમયે ઇસુદાનની સાથે સ્ટેજ શેર કરનારા વિજય સુવાળા એક મહિનાની અંદર જ પોતાની વિચારધારા બદલીને પોતાની યુવાની કેમ બરબાદ કરવી એવું કહી ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો છે. ભાજપમાં જોડાવા માટે તેમની પાસે કોઇ ખાસ કારણ નથી, પણ કયા કારણથી તેઓ જોડાયા એ પણ કહેવા તૈયાર નથી. આ કલમમાં થોડા સમય અગાઉ આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો સામ સામે આવ્યા હતા, ધીંગાણું થયું અને હવે આ જ આમ આદમી પાર્ટીના નેતા રહેલા વિજય સુવાળા ભાજપમાં જોડાઈ ગયા છે.

વેબદુનિયા પર વાંચો