Gujarat Board SSC Supplementry Exam - ગુજરાત બોર્ડ દ્વારા આજે 8 મેના રોજ ધો.10 બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. આ વર્ષે બોર્ડનું 8૩.૦૩ ટકા પરિણામ આવ્યું છે. ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ 2025 મા% લેવાયલ માધ્યમિક શાળાંત પ્રમાણ પત્ર પરીક્ષામાં આ વર્ષે ૭૬૨૪૮૫ નિયમિત વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી ૭૪૬૮૯૨ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને ૬૨૦૫૩૨ વિદ્યાર્થીઓ પાસ થયા હતા.
પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થઈ Best Of Two
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10નું પરિણામ જાહેર કર્યા બાદ પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. આ માટે શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org, ssc.gseb.org વેબસાઈ પર જઈને રજીસ્ટ્રેશન કરી શકશે. વિદ્યાર્થીઓ માત્ર ઓનલાઈન અરજી કરી શકશે. ઓનલાઈન સિવાય અન્ય કોઈ માધ્યમથી પૂરક પરીક્ષા માટે ફોર્મ સ્વીકારવામાં આવશે. ફોર્મ માટેની અરજી ફી SBIની કોઈપણ બ્રાન્ચમાં ભરી શકાશે.
ધો.10માં 2 વિષય સુધી પૂરક પરીક્ષા આપી શકાશે
નોંધનીય છે કે, ગુજરાત બોર્ડ દ્વારા બે જ વિષયમાં ફેલ હોય તેવા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકશે.