વિદ્યાપીઠના ધાબાને વિદ્યાર્થીએ ખેતરમાં ફેરવ્યું નાખ્યું, કરી અનોખી ખેતી

ગુરુવાર, 30 જુલાઈ 2020 (15:19 IST)
ગુજરાતમાં કોરોનાનું સંક્રમત ખૂબ ઝડપથી પ્રસરી રહ્યું છે. ત્યારે કોરોના સંક્રમણના કારણે શાકભાજી વેચનાર લોકો સુપર સ્પ્રેડર સાબિત થયા હતા. જેને લઇને લોકો શાકભાજી લેતાં પણ ડરતા હતા. ત્યારે આ દરમિયાન ગુજરાત વિદ્યાપીઠમાં કરવામાં આવેલી ધાબાખેતીએ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. આજના આઘુનિક સમયમાં પણ  શહેરોમાં વસતા લોકોના મનમાં ટેરેશ ગાર્ડનીંગ(ધાબા ખેતી) જેવા એક નવા સ્વાવલંબી વિચારનું સર્જન થયું છે. ધાબા ખેતીની વાત કરવામાં આવે ત્યારે ગાંધીજી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠને અચૂક યાદ કરવી રહી. ગૂજરાત વિદ્યાપીઠ ઘણા વર્ષોથી ધાબા ખેતીના પ્રયોગો કરી રહી છે અને સફળતા પણ મેળવી છે.
આજના વર્તમાન સમયમાં ટેરેશ ગાર્ડનીંગ(ધાબા ખેતી) શહેરી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. ત્યારે ગાંધીજી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠે ઓર્ગેનિક ધાબા ખેતીની એક આગવી પહેલ કરી છે. ધાબા ખેતી કરનાર હિતેંશ દોંગાએ કહ્યું હતું કે આશરે દસ વર્ષથી આ ધાબા ખેતી કરવામાં આવે છે. આશરે 2000 સ્કેવર ફૂટની જગ્યામાં ગલકાં, દૂધી, કાકડી, ટામેટા, તુરિયા તેમજ અન્ય લીલા શાકભાજી ઉગાડવામાં આવે છે. ખેતીમાં લીલા શાકભાજીની છાલનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ધાબાખેતી પદ્ધતિ દરેક પ્રકારના રસોડાના કચરાનો ઉપયોગ કરવાનું ઉત્તમ વ્યવસ્થાપન છે. 
અમારી આ ઓર્ગેનિક ધાબા ખેતીને જોવા અને શીખવા માટે 500 કરતાં વઘારે લોકો મુલાકાત કરી ગયા છે. તેઓ વઘુમાં જણાવે છે કે કિચન ગાર્ડનીંગ(ધાબા ખેતી)માં ગૃહિણીઓ સૌથી વઘારે જોડાયેલ છે.
ધાબા ખેતી અંગે વઘુ માહિતી આપતા ગૂજરાત વિદ્યાપીઠના નિયામકશ્રી ડૉ.રાજેન્દ્ર ખીમાણી જણાવે છે કે, ધાબા ખેતીએ રસનો વિષય છે. આજે શહેરોમાં જેની પાસે ટેરેશ(ધાબા) છે તેઓ આ તરફ વળ્યા છે પણ સાથે જ કેટલીક મર્યાદાઓ પણ છે. જેના કારણે આજે ધાબા ખેતી કરવી થોડી મુશ્કેલ બની શકે તેમ છે. 
તેઓ વઘુમાં જણાવે છે કે, આજે જે લોકો હાઈડ્રોપોનિક્સ ખેતી કરી રહ્યા છે. તે એક પ્રકારની કુત્રિમ ખેતી કહી શકાય. જે સૌથી વઘારે ખર્ચાળ છે. માટે ધાબા ખેતીનો અમારો મુખ્ય ઉદ્દેશ્ય એજ છે કે અમારા વિદ્યાર્થીઓને ઉદ્યોગ દ્વારા શિક્ષણ મળે અને આજના વર્તમાન સમયમાં ધાબા ખેતીની એક આગવી સમજ ઉભી થાય.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર