સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વિચિત્ર પરિપત્ર, પરીક્ષા ખંડમાં હથિયાર સાથે રાખવું નહીં

ગુરુવાર, 4 જાન્યુઆરી 2024 (11:58 IST)
- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વિચિત્ર પરિપત્ર, પરીક્ષા ખંડમાં હથિયાર સાથે રાખવું નહીં
- પરીક્ષા નિયામક દ્વારા જાહેર કરાયેલા પરિપત્રે અનેક સવાલો  
- 16 કોર્સમાં 36 કેન્દ્રો પરથી 6,267 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે


ગુજરાતની પ્રખ્યાત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વિચિત્ર પરિપત્ર સામે આવ્યો છે. જેમાં પરીક્ષા ખંડમાં હથિયાર સાથે રાખવું નહીં. આવો પરિપત્ર જાહેર કરવાની કેમ ફરજ પડી ? તેનો ઉત્તર મળતો નથી. ભૂતકાળની કોઈ ઘટના સંદર્ભે પરિપત્ર કર્યો છે કે શું ? શિક્ષણ જગતમાં પ્રશ્નો ઉઠ્યા છે.તંત્ર સામે અનેક પડકારો ઊભા થઈ રહ્યા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 16 કોર્સમાં 36 કેન્દ્રો પરથી 6,267 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, પરંતુ પેપરના બે દિવસ પહેલા જ પરીક્ષા નિયામક દ્વારા જાહેર કરાયેલા પરિપત્રે અનેક સવાલો ઊભા કર્યા છે. આ પત્રમાં જણાવ્યા મુજબ પરીક્ષામાં કોઈએ સાથે હથિયાર રાખવું નહિ તેવું લખતા ભૂતકાળમાં કોઈ ઘટના ઘટી હોવાની ચર્ચાએ જોર પકડયું છે. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પહેલીવાર નેશનલ એજ્યુકેશન પોલિસી પ્રમાણે પરીક્ષા લેવા જઈ રહ્યા છે. ત્યારે તંત્ર સામે અનેક પડકારો ઊભા થઈ રહ્યા છે.આ પરીક્ષામાં તમામ કોર્સની પરીક્ષા નવી શિક્ષણ નીતિ પ્રમાણે લેવામાં આવી રહી છે ત્યારે માત્ર બી-ડિઝાઈનની પરીક્ષા જૂના નિયમો અનુસાર લેવામાં આવશે. તેના સવાલોના જવાબ હજુ મળ્યા નથી ત્યાં પરીક્ષા નિયામક દ્વારા જાહેર કરાયેલા પરિપત્રે વિચારતા કરી દીધા છે. પરિપત્રમાં જણાવ્યા મુજબ 30 મિનિટ પહેલા પ્રશ્નપત્રના બોક્સ ખોલવાના રહેશે. ત્યારબાદ વિદ્યાર્થીઓ સામે પરીક્ષા ખંડમાં જ નિયત સમયના 10 મિનિટ અગાઉ જ પ્રશ્નપત્રનું સીલબંધ કવર ખોલવાનું રહેશે. આ રાબેતા મુજબના નિયમોની સાથે પરીક્ષા નિયામકે ત્રીજા ક્રમમાં કાયદાકીય પ્રતિબંધિત થયેલા હથિયારો પરીક્ષા કેન્દ્રમાં લાવવા પર મનાઈ હુકમ ફરમાવ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર