સાત મહિનાથી બંધ સ્ટેચ્યૂ ઓફ યૂનિટી આ તારીખ ખુલશે

મંગળવાર, 13 ઑક્ટોબર 2020 (18:00 IST)
કોરોના મહામારીના લીધે માર્ચ મહિનાથી સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. જે અત્યાર સુધી બંધ છે. જોકે અનલોક 5માં સ્ટેચ્યૂની આસપાસના અન્ય પર્યટન સ્થળ ધીમે ધીમે ખુલી રહ્યા છે. અત્યાર સુધી જંગલ સફારી પાર્ક, પેટ્સ ઝોન, ન્યૂટ્રિશિયન પાર્ક, એકતા મોલ, એકતા ફૂડ પ્રવાસીઓ માટે ખુલી જશે. એસઓયૂના એડિશનલ સેક્રેટરી ડો રાજીવ ગુપ્તાએ સોશિયલ મીડિયા પર સંકેત આપ્યા છે કે દશેરા પહેરા સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ખુલી જશે. જોકે પ્રવાસીઓને કોવિડ 19નું પાલન કરવું જરૂરી રહેશે. 
 
કોરોનાકાળમાં લોકો 7 મહિનાથી ઘરમાં રહીને પરેશાન થઇ ગયા છે. પર્યટન સ્થળ બંધ હોવાથી ક્યાંય ફરવા જઇ શકતા નથી. જોકે અનલોક 5માં પર્યટન સ્થળોને ધીમે ધીમે ખોલવામાં આવી રહ્યા છે. દુનિયાની સૌથી ઉંચી પ્રતિમાની આસપાસના પ્રોજેક્ટ ખુલતાં પર્યટકોની ચહેલ પહેલ શરૂ થઇ ગઇ છે. પર્યટકો માટે સારા સમાચાર છે કે જલદી જ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પણ ખોલી દેવામાં આવશે. 
 
વહિવટી તંત્ર સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ખોલવાની તૈયારીમાં લાગી ગઇ છે. સોશિયલ ડિસ્ટન્સ સાથે પર્યટકોને પ્રવેશ આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા જલદી જ આ તારીખ જાહેરાત કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે 31 ઓક્ટોબરના રોજ કેવડીયામાં એકતા દિવસ ઉજવવામાં આવે છે. આ અવસર પર પ્રધાનમંત્રી પણ હાજર રહેશે. વહિવટી તંત્ર તે પહેલાં જ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ખોલવાની યોજના છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર