ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની પુત્રી સાથે દુષ્કર્મ આચરવાની ધમકી આપવાના મામલે કચ્છથી એક કિશોરની ધરપકડ કરવામાં આવી છે. આરોપી 16 વર્ષનો છે અને તે 11મા ધોરણનો વિદ્યાર્થી છે. પશ્વિમ કચ્છ પોલીસે રવિવારે બપોરે તેને ગામમાંથી ઝડપી પાડ્યો હતો. જેનો કબજો લેવા માટે રાચી પોલીસ મુંબઈ સુધી કારથી અને મુંબઇથીથી ભુજ આવવા માટે ફ્રલાઇટથી રવાના થઈ હતી.
રાંચી પોલીસે કોમેન્ટ કરનાર કિશોર વિરૂદ્ધ ફોજદારી ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં કોમેન્ટ કરનાર કિશોર મુંદ્રાના નાના કપાયાનો કિશોર હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે કચ્છ પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી. આજે રાંચી પોલીસને આ કિશોરનો હવાલો સોંપવામાં આવશે. જો કે આરોપી કિશોર હોવાના કારણે તેની વિરુદ્ધ જુવેનાઇલ જસ્ટીસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે