ધો. 12 સાયન્સની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર, વોટ્સએપ નંબર પર પણ પરિણામ જોઈ શકાશે.

મંગળવાર, 25 જુલાઈ 2023 (09:13 IST)
ધો. 12 સાયન્સની પૂરક પરીક્ષાનું પરિણામ- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા  ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર . આ પરિણામ બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં  વોટ્સએપ નંબર પર પણ પરિણામ જોઈ શકાશે. 
 
વોટ્સએપ મોબાઈલ નંબર જાહેર કરાયો
વિદ્યાર્થીઓને પરિણામ મેળવવામાં કોઈ તકલીફ ના પડે તે માટે બોર્ડ દ્વારા વેબસાઈટની સાથે વોટ્સએપ મોબાઈલ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. પરીક્ષાર્થીઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પરિણામ જોઈ શકશો. તેમજ વોટ્સઅપ નંબર 6357300971 પરથી પણ ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાણી શકાશે.  

 
 
તારીખ 10થી 14 સુધી પૂરક પરીક્ષા યોજાઈ હતી
ધોરણ-10 સંસ્કૃત પ્રથમા અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તથ સામાન્ય પ્રવાહના અનુત્તીર્ણ અને પરીક્ષામાં બેસવાની પાત્રતા ધરાવતા ઉમેદવારોની પૂરક પરીક્ષા તા.10થી 14/07/2023 દરિમયાન લેવામાં આવી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર