જોજો બકરું કાઢતાં ઉંટ ન પેસી જાય, જાણી લો કોરોનામાં રામબાણ ગણાતા રેમડેસિવિર ઇંજેક્શનના સાઇડ ઇફેક્ટ

બુધવાર, 5 મે 2021 (08:38 IST)
જે રેમડેસિવિર ઇંજેક્શનને કોરોનાનો રામબાણ ઇલાજ ગણવામાં આવે છે, તે લોકોનું સ્વાસ્થ્ય બગાડી રહ્યું છે. રેમડેસેવિરનો ડોઝ લીધા બાદ દર્દીઓને એવી ગંભીર બિમારીઓનો સામનો કરવો પડે છે, જેની આખી જીંદગી સારવાર સારવાર કરાવવી પડે છે. રેમડેસિવિર અને સ્ટેરોઇડના કોમ્બિનેશનથી શરીરનું શુગર લેવલ વધી જાય છે. ડાયાબિટીઝના દર્દીઓનું શુગર 400 સુધી પહોંચી જાય છે. કોરોનાથી સાજા થયા બાદ બોડી હોર્મોનમાં ફેરફાર થવા લાગે છે અને દર્દીઓને બીજી ઘણી સમસ્યાઓ પેદા થાય છે.  
 

રેમડેસિવિરની સાઇડ ઇફેક્ટના લીધે દર્દીઓને ડોક્ટરોના આંટાફેરા મારવા પડે છે. તેમ છતાં ડોક્ટર કોરોના દર્દીઓને રેમડેસિવિર ઇંજેક્શન લખી રહ્યા છે અને લોકો તેને બ્લેકમાં ખરીદવા માટે મજબૂર બને છે. ડોક્ટરના અનુસાર કોરોનાથી રિકવરી બાદ દર્દીઓને પોસ્ટ કોવિડ કોમ્પિલિકેશન્સની સમસ્યા થાય છે.
 
શહેરમાં 2000 દર્દીઓમાંથી રેમડેસિવિરની સાઇડ ઇફેક્ટ સામે આવી છે. આ તે દર્દીઓ છે જે 14 દિવસથી વધુ સમયમાં રિકવર થયા છે અને ઓક્સિજન બાઇપેપ અને વેંટિલેટર પર છે. આ દર્દીઓમાં થાક, ગભરામણ, શ્વાસ લેવાની સમસ્યા, સાંધાનો દુકાનો, અનિંદ્રા, એંજોયટી, નબળાઇ, ભૂખ ન લાગવી, માંસપેશીઓમાં તણાવ જેવી સમસ્યાઓ થઇ રહી છે. 
 
જે દર્દીઓને કોરોનાની સારવાર દરમિયાન રેમડેસિવિર અથવા સ્ટેરોયડ આપવામાં આવે છે, તેમને મુખ્યરૂપથી શુગર અને હાર્મોનલ ડિસઓર્ડરની સમસ્યાઓ થાય છે. ડોક્ટરના અનુસાર ગત થોડા દિવસોમાં 2000 એવા દર્દીઓ સામે આવ્યા છે. જેમનું શુગર લેવલ વધી ગયું હોય. કોરોના પહેલાં તેમનું શુગર લેવલ સામાન્ય હતું, પરંતુ રેમડેસેવિર લગાવ્યા પછી 300 થી 400 સુધી પહોંચી ગયું. ડોક્ટરનું માનવું છે કે રેમડેસિવિર તે સ્ટેરોઇડના કોમ્બિનેશનથી શરીરમાં શુગર લેવલ વધી જાય છે. તેનાથી હાઇપર ગ્લાઇસેમિયા થઇ જાય છે. 
 
રેમડેસિવિરની સાઇડ ઇફેક્ટના લક્ષણોના લીધે દર્દીઓને લાગે છે કે તે ક્યાંક ફરીથી કોરોના પોઝિટિવ તો નહી થાય. દર્દીઓને ડોક્ટરની સલાહ છે કે કોરોના થયા બાદ નિયમિત બોડી ચેકઅપ અને તપાસ કરાવવી જોઇએ. મહિનામાં એક અથવા બે વાર બોડીચેક કરાવવું જરૂરી છે. જેથી યોગ્ય સમયે સમસ્યા વિશે જાણી શકાય અને તેની સારવાર શરૂ કરી શકાય. કોરોના રિકવર દર્દીઓમાં એવી સમમસ્યાઓ 2 થી 6 મહિના સુધી હોય છે. 
 
રેમડેસિવિરની સાઇડ ઇફેક્ટ ખબર પડ્યા પછી પણ કોરોના દર્દીઓને આપવામાં આવે છે. પહેલી લહેરની અપેક્ષાએ બીજી લહેરમાં તેની ડિમાન્ડ વધી ગઇ છે. એક માર્ચ 2021 થી અત્યાર સુધી રેમડેસિવિરના લગભગ 45 હજાર ડોઝ (એક ડોઝ 100 મિલીગ્રામ)નો આપવામાં આવે છે. શહેરમાં દરરોજ 7 હજાર ડોઝની માંગ છે, જ્યારે સપ્લાય 5 હજાર ડોઝની છે. સપ્લાય ઓછી હોવાના કારણે દર્દીઓના પરિજનોને લાઇનમાં ઉભા રહેવું પડે છે.
 
સ્મીમેર હોસ્પિટલના મેડિસિન વિભાગના ડોક્ટર નૈમિશ શાહના જણાવ્યા અનુસાર રેમડેસિવિર એંટીવાયરલ દવા છે, કોરોના જ નહી. કોવિડ દર્દીઓને રેમડેસિવિરની સાથે સ્ટેરોઇડ આપવામાં આવે છે. એટલામ આટે શુગર લેવલ વધી જાય છે. તેનાથી કિડની અને લિવર પર પણ સાઇડ ઇફેક્ટ થાય છે, જેથી હેપેટાઇસિસ, યૂરિનની સમસ્યા, ભૂખ ન લાગવી વગેરે આવે છે. ડિપ્રેશન તથા એંજાયટીની ફરિયાદ પણ થાય છે. 
 
સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના ડોક્ટર વિવેક ગર્ગના જણાવ્યા અનુસાર રેમડેસિવિરથી લીવર પર પર વધુ અસર પડે છે, એટલા માટે દર્દીઓની સમયાંતરે તપાસ કરાવે છે. સામાન્ય વ્યક્તિનું ભૂખ્યા પેટે શુગર 110 અને જમ્યા પછી એક કલાક બાદ 140 સુધી હોય છે. રેમડેસિવિર અને સ્ટેરોઇડ બાદ શુગર લેવલ વધી જાય છે. ડાયાબિટિસવાળા દર્દીઓનું શુગર લેવલ 400 સુધી પણ હોય છે. 
 
ડો. પારલના જણાવ્યા અનુસાર રેમડેસિવિર બધા દર્દીઓને આપવાની જરૂર નથી. તેની અસર કિડની લિવર પર થાય છે. માઇલ્ડ લક્ષણવાળા દર્દીઓને ન આપવું જોઇએ. સ્ટેરોઇડ આપવાથી શુગર લેવલ વધી જાય છે, આ લાંબા સમય સુધી રહે છે. જેને લીવર કિડનીની બિમારી છે, તેમને રેમડેસિવિર ન આપવું જોઇએ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર