કેન્દ્રની ભાજપ સરકારે હાલમાં જ સંસદમાં જે કૃષિ અને મજૂર બિલ લાવીને તરકટ કર્યું તેના વિરુદ્ધમાં શંકરસિંહ બાપુ એ કહ્યું છે કે ભાજપ સરકાર ખેડૂત વિરોધી, મજૂર વિરોધી અને દેશ વિરોધી સરકાર છે. સંસદમાં સરકારના તરકટ ને તેઓએ તાનાશાહી ગણાવી વખોડી છે.
સરકાર અમેરિકી ઢબે ખેતી ને કંપનીઓના હવાલે સોંપીને ખેડૂતોને ખતમ કરવાનું કામ કરી રહી છે. નવા બિલથી APMC નામ માત્ર રહી જતા અને MSP પણ ખતમ થઈ જશે અને APMC બહાર વેચાણ ને પ્રોત્સાહન મળતા કંપનીઓ ખેડૂતોનું આર્થિક શોષણ કરશે તે અંગે બાપુ એ સરકારને ચેતવ્યા છે. ખેડૂતોને કોર્ટમાં જવાનો હક નહીં રહે અને સરકારનો હસ્તક્ષેપ ન રહેતા શોષણ થશે તે આશંકાથી ખેડૂતો ભયભીત છે.