શંકરસિંહ વાઘેલા બાપુ મેદાનમાં ઉતર્યા, દીવા-મીણબતી કરવાથી વાયરસ જવાનો નથી

શનિવાર, 4 એપ્રિલ 2020 (17:07 IST)
દેશમાં કોરોનાવાયરસ ના પગલે ચાલી રહેલા લોક ડાઉન દરમ્યાન આગામી 5 એપ્રિલે રાત્રે 9:00 કલાકે નવ મિનિટ માટે દેશના તમામ નાગરિકો તેમના ઘરની લાઈટો બંધ કરીને દીવો, મીણબત્તી કે ટોર્ચની ફ્લેશ થી ઉભા રહેવાની નરેન્દ્રભાઈ મોદીની કરેલી અપીલને શંકરસિંહ વાઘેલાએ વખોડી કાઢી છે.

આ સરકાર દ્વારા સમગ્ર દેશમાં કોરોનાવાયરસનો કૃત્રિમ ભય ઊભો કર્યો છે. પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં એનસીપીના નેતા શંકરસિંહ વાઘેલાનો સોશિયલ મીડિયા ના આધારે નરેન્દ્રભાઈ મોદીની અપીલનો વિરોધ કરતો વિડિયો સામે આવ્યો છે.

જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી 5 એપ્રિલની રાત્રે 9 કલાકે 9 મિનિટ માટે દીવો, મીણબત્તીઓ કરવાની અપીલ કરી છે.જેને વખોડતા શંકરસિંહ વાઘેલા એ જણાવ્યું છે કે આવું કરવાથી કોરોનાવાયરસ જતો રહેતો નથી .એટલું જ નહીં સરકારની સાથે નાગરિકો પણ આ દેશને 17મી સદીમાં લઈ જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો .
આ આ તબક્કે તેમણે આગામી 5મી તારીખે રાત્રે દીવો કે મીણબત્તી નહીં કરવા અપીલ કરી છે અને જણાવ્યું છે કે આવું કરવાના બદલે સરકારે દેશના તૂટેલા અર્થતંત્રને સક્રિય કરવું જોઈએ કારણકે આજે અર્થતંત્ર ગોટે ચડી ગયું છે. તેમણે કેટલાક પ્રશ્નો ઊભા કરતાં સરકાર પર આક્ષેપ કર્યો હતો કે કુત્રિમ દિવાળી કરવાથી કયો કોરોના ના ભાગી જશે?
આ ઉપરાંત સરકાર દ્વારા અપાતા અનાજ વિતરણની કીટ માં ભાજપના લગાડેલા સ્ટીકરો અંગે આક્ષેપ કર્યો હતો કે આ સરકાર કોઈ ઇવેન્ટ હોય અને તેનું માર્કેટિંગ કરતા હોય તે રીતે અનાજ ની કીટ ઉપર ભાજપના સ્ટીકરો લગાડી ને ભાજપ સરકાર રાજકીય લાભ લઈ રહી છે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર